By Chhelli Jagir
May 29, 2026
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોનની ખરીદી પર અલગ-અલગ વર્ગો માટે 40% થી 100% સુધીની આર્થિક સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ મુજબ, એક સારા કિસાન ડ્રોનની કિંમત આશરે 6 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે.
Kisan drone yojana : હવે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખેતીમાં દવા અને ખાતરના છંટકાવ માટે કિસાન ડ્રોન (Kisan Drone) એક શક્તિશાળી સાધન સાબિત થઈ રહ્યું છે. જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો કિસાન ડ્રોન બિઝનેસ માટે એક ઉત્તમ વિકલ્પ છે.
સરકાર પણ આ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મોટી સબસિડી પૂરી પાડી રહી છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે આ બિઝનેસ કોણ શરૂ કરી શકે છે, કેટલી સબસિડી મળે છે અને તેનાથી કેટલી કમાણી થઈ શકે છે.
Agriculture drone license : કોણ શરૂ કરી શકે છે આ બિઝનેસ?
કિસાન ડ્રોન ખરીદીને ભાડે આપવાનો વ્યવસાય કોઈપણ પ્રગતિશીલ ખેડૂત, ગ્રામીણ ઉદ્યોગસાહસિક અથવા કૃષિ સ્નાતક શરૂ કરી શકે છે.
આ વ્યવસાય શરૂ કરવા માટે સત્તાવાર નિયમો અનુસાર કેટલીક પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવી જરૂરી છે.
ઉંમર અને લાયકાત : અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તે 10મું ધોરણ પાસ હોવો જરૂરી છે.
ડ્રોન પાયલટ લાયસન્સ : ડ્રોન ઉડાડવા માટે DGCA (Directorate General of Civil Aviation) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી રિમોટ પાયલટ સર્ટિફિકેટ (RPC) મેળવવું ફરજિયાત છે.
જરૂરી દસ્તાવેજો : આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને ખેતી સંબંધિત અથવા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની જરૂર પડે છે.
Drone subsidy in gujarat : કિસાન ડ્રોન પર કેટલી સબસિડી મળે છે?
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોનની ખરીદી પર અલગ-અલગ વર્ગો માટે 40% થી 100% સુધીની આર્થિક સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે.
એક અંદાજ મુજબ, એક સારા કિસાન ડ્રોનની કિંમત આશરે 6 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે. સબસિડીનું માળખું નીચે મુજબ રાખવામાં આવ્યું છે.
100% સબસિડી (મહત્તમ 10 લાખ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), ICAR સંસ્થાઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને જાહેર ક્ષેત્રના કૃષિ પ્રતિષ્ઠાનોને ડ્રોનના પ્રદર્શન માટે આ સહાય મળે છે.
75% સબસિડી (મહત્તમ 7.5 લાખ) : ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) ને ખેડૂતોના ખેતરમાં પ્રદર્શન અને વ્યાપારી ઉપયોગ માટે ડ્રોન ખરીદી પર આ સહાય મળવાપાત્ર છે.
50% સબસિડી (મહત્તમ 5 લાખ) : એસસી-એસટી, નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ અને ઉત્તર-પૂર્વ રાજ્યોના ખેડૂતોને વ્યક્તિગત ધોરણે ડ્રોન ખરીદવા માટે આ લાભ મળે છે.
40% સબસિડી (મહત્તમ 4 લાખ) : અન્ય સામાન્ય વર્ગના ખેડૂતો અને કૃષિ ઉદ્યોગસાહસિકોને વ્યક્તિગત ખરીદી અથવા કસ્ટમ હાયરિંગ સેન્ટર સ્થાપવા માટે આ સહાય આપવામાં આવે છે.
Kisan drone price : ખર્ચ, કમાણી અને નફાનું ગણિત
કિસાન ડ્રોન વ્યવસાયમાં રોકાણ અને વળતરનો અંદાજ મેળવવા માટે આર્થિક ગણતરી સમજવી જરૂરી છે.
જો તમે 7 લાખનું ડ્રોન 40% સબસિડી સાથે ખરીદો છો, તો તમારે આશરે 4 લાખ 20 હજારનું વ્યક્તિગત રોકાણ કે બેંક લોન લેવાની રહેશે, બાકીના 2 લાખ 80 હજાર સબસિડી પેટે મળશે.
રોજની ક્ષમતા : એક કિસાન ડ્રોન 1 કલાકમાં આશરે 3 થી 4 એકર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકે છે. આ હિસાબે એક દિવસમાં સરેરાશ 20 થી 25 એકર જમીન પર કામ થઈ શકે છે.
સેવા દર (ભાડું) : બજારમાં હાલમાં ડ્રોન દ્વારા છંટકાવનો સરેરાશ દર 350 થી 500 પ્રતિ એકર ચાલી રહ્યો છે.
દૈનિક આવક : જો રોજ સરેરાશ 20 એકરમાં 400 ના દરે કામ કરવામાં આવે, તો દૈનિક ગ્રોસ આવક 8,000 થાય છે.
દૈનિક ખર્ચ : બેટરી ચાર્જિંગ, પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) અને પાયલટના પગાર સહિતનો દૈનિક ખર્ચ આશરે 2,000 થી 2,500 થાય છે.
ચોખ્ખો નફો : તમામ ખર્ચ બાદ કરતાં પ્રતિ દિવસ આશરે 5,500 થી 6,000 નો ચોખ્ખો નફો મળી શકે છે. જો વર્ષમાં 120 કે 150 દિવસ પણ પૂરતું કામ મળે તો વાર્ષિક 6,00,000 થી 8,000,000 સુધીની સરેરાશ કમાણી સરળતાથી થઈ શકે છે.
આ વ્યવસાય માત્ર ઓછો સમય જ નથી લેતો, પરંતુ પરંપરાગત પદ્ધતિ કરતાં 90% પાણીની બચત કરતો હોવાથી ખેડૂતો પણ આ સેવાનો લાભ લેવા ઉત્સુક રહે છે. યોગ્ય આયોજન અને માર્કેટિંગ સાથે આ બિઝનેસ ગ્રામીણ અર્થતંત્રમાં કમાણીનું મોટું માધ્યમ બની શકે છે.