logo છેલ્લી જાગીર
Kapas ni kheti : કપાસની ખેતી કરતા ખેડૂતોને સરકાર સીધા ખાતામાં 28 હજાર રૂપિયા આપશે, Kapas Kranti Mission યોજનાની જાહેરાત

By Chhelli Jagir

July 11, 2026

આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે

આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે

Kapas ni kheti : ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા “મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી” (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂકવામાં આવ્યું છે.

રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

Kapas kranti mission gujarat : મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી

  • વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ (આગામી ૫ વર્ષ) સુધી ખેડૂતોને સહાય મળશે.

  • ગુજરાતના કપાસ વાવેતર ધરાવતા ૨૧ જિલ્લાના ૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાં.

  • ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અને નવી ટેકનોલોજી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Kapas ni kheti sahay yojana : ખેડૂતોને કેટલી સહાય મળશે?

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિ અને અંતરના આધારે બે અલગ-અલગ પ્રકારે સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

૧. ક્લોઝર સ્પેસિંગ ટેક્નોલોજી (ઓછા અંતરે વાવેતર)

  • વાવેતરનું અંતર: જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર ૯૦ સેમી x ૩૦ સેમી ના અંતરે કરેલું હોય.

  • મળવાપાત્ર સહાય: પ્રતિ હેક્ટર રૂ. ૧૪,૦૦૦/- ની ઈનપુટ સહાય.

૨. ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (સંકલિત પાક વ્યવસ્થાપન)

  • વાવેતરનું અંતર: જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર ૯૦ સેમી x ૬૦ સેમી ના અંતરે કરેલું હોય.

  • મળવાપાત્ર સહાય: પ્રતિ હેક્ટર રૂ. ૭,૫૦૦/- ની ઈનપુટ સહાય.

મહત્વની નોંધ: આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં જ મળવાપાત્ર રહેશે.

Mission for Cotton Productivity Gujarat : યોજનાનો લાભ લેવા માટેની મુખ્ય શરતો

જો તમે આ યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા માંગો છો, તો નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

  1. ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસ (Bt Cotton) બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ.

  2. ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી (Farmer Registry) કરાવેલી હોવી ફરજિયાત છે.

  3. કપાસના વાવેતરમાં નવી પદ્ધતિઓ દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે સરકાર દ્વારા વર્ષ દરમિયાન યોજાનારા ખાસ તાલીમ કાર્યક્રમોમાં પણ ભાગ લેવાનો રહેશે.

i-Khedut Portal Cotton Subsidy : આઈ-ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) પર અરજી શરૂ

આ મિશન હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અને પાત્રતા ધરાવતા તમામ ખેડૂત મિત્રો માટે આઈ-ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે.

  • અરજીની શરૂઆત: ૧૦ જુલાઈ ૨૦૨૬ થી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે.

  • કોણ અરજી કરી શકે?: ચાલુ સિઝનમાં જે ખેડૂતોએ ૯૦x૩૦ સેમી અથવા ૯૦x૬૦ સેમીના અંતરે કપાસ વાવ્યો છે, અથવા જેઓ હવે પછી આ અંતરે વાવેતર કરવા માંગે છે તે તમામ ખેડૂતો અરજી કરી શકે છે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.