By Chhelli Jagir
May 27, 2026
જે ખેડૂતો પોતાના મગનો પાક ટેકાના ભાવે વેચવા માંગે છે તેઓ 10 જૂન 2026 સુધીમાં ગ્રામ્ય સ્તરે જઈને વિનામૂલ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકાર તરફથી આ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
Teka Na Bhav 2026 : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મગ પકવતા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025-26ના ઉનાળુ મગ (Summer Moong) ની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા (Online Registration) 27 મે 2026થી શરૂ થઈ ગયુ છે.
જે ખેડૂતો પોતાના મગનો પાક ટેકાના ભાવે વેચવા માંગે છે તેઓ 10 જૂન 2026 સુધીમાં ગ્રામ્ય સ્તરે જઈને વિનામૂલ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકાર તરફથી આ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત (Farmer Registration)
ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે સરકારે તમામ ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રેશન (Farmer Registration) કરાવવું ફરજિયાત બનાવ્યું છે. ખેતી નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર, ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળ જે સર્વે નંબરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હશે, તે જ જમીનને ખરીદી માટે માન્ય ગણવામાં આવશે. તેથી ખેડૂતોએ પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ આ રજીસ્ટ્રેશનમાં કરાવી લેવો જરૂરી છે.
આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ખેડૂતોનું બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન (Biometric Authentication / ફિંગરપ્રિન્ટ) અથવા ફેસ ઓથેન્ટીકેશન (Face Authentication) કરવામાં આવશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ખેડૂતો પોતાની સુવિધા અનુસાર બે સરળ પદ્ધતિથી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે:
1. સેલ્ફ રજીસ્ટ્રેશન (Self Registration via Mobile/Portal)
ખેડૂતો જાતે જ સત્તાવાર ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને નોંધણી કરી શકે છે.
અથવા ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) પરથી 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઇલ એપ્લિકેશન (Farmer Registry Gujarat Mobile App) ડાઉનલોડ કરીને પણ જાતે રજીસ્ટ્રેશન કરી શકાય છે.
2. સહાયક કેન્દ્રો દ્વારા (Registration via Centers)
ખેડૂતો પોતાના ગામના વી.સી.ઈ. (VCE - Village Computer Entrepreneur) અથવા વી.એલ.ઈ. ઓપરેટર (VLE Operator) પાસે જઈને વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે.
આ ઉપરાંત નજીકના સીએસસી સેન્ટર્સ (CSC Centers / Common Service Centers) અથવા ગ્રામસેવકનો સંપર્ક કરીને પણ નોંધણી કરાવી શકાશે.
જરૂરી દસ્તાવેજો (Required Documents for Registration)
નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ નીચે મુજબની વિગતો અને ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાના રહેશે:
સરકારી ઓળખપત્ર (Government ID Card)
ઓળખપત્ર સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર (OTP અને વેરિફિકેશન માટે)
જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર (Survey Number)
પ્રતિ ક્વિન્ટલ 8,768 નો ટેકાનો ભાવ (MSP for Moong)
ભારત સરકાર દ્વારા વર્ષ 2025-26 ના ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ 8,768 નો ટેકાનો ભાવ (Minimum Support Price - MSP) જાહેર કરવામાં આવ્યો છે.
હાલમાં ખુલ્લા બજારમાં મગના ભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે ભારત સરકારના 'પીએમ-આશા' (PM-AASHA - Pradhan Mantri Annadata Aay Sanraksan Abhiyan) અંતર્ગત ગુજરાતમાં આ ખરીદીનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.