By Balkrushn
May 19, 2026
કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે.
Gujarat Kisan Parivahan Yojana 2026 : ગુજરાત સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેતીકામમાં ઉપયોગમાં લેવાતા સનેડોની ખરીદી પર મળતી આર્થિક સહાયના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ મળતી 25 હજારની સબસિડીની મર્યાદા વધારીને હવે પાત્રતા ધરાવતા ખેડૂતો માટે મહત્તમ 75 હજાર સુધી કરવામાં આવી છે (Gujarat farmer subsidy 2026).
આ ફેરફારનો મુખ્ય હેતુ ખેડૂતોના કૃષિ ઉત્પાદનોના પરિવહન ખર્ચમાં ઘટાડો કરવાનો છે (Agriculture transportation subsidy Gujarat). ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો ખેતીના વિવિધ કાર્યો માટે આ ત્રિ-ચક્રી (થ્રી-વ્હીલર) વાહનનો ઉપયોગ કરે છે.
Sanedo subsidy in Gujarat : સબસિડીમાં મોટો વધારો
નવા નિયમો અનુસાર, સનેડો ખરીદવા માટે ખેડૂતોની શ્રેણીના આધારે સહાયનું પ્રમાણ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે.
સામાન્ય વર્ગના ખેડૂતો
સનેડો ખરીદીના કુલ ખર્ચના ૪૦ ટકા અથવા વધુમાં વધુ ૬૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
નાના, સીમાંત અને મહિલા ખેડૂતો
અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), નાના અને સીમાંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂતોને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ ૭૫,૦૦૦ સુધીની આર્થિક સહાય (Sanedo purchase financial assistance) આપવામાં આવશે.
Kisan Parivahan Yojana rules : યોજનાના નિયમોમાં ફેરફાર કરાયા
આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે.
સમય મર્યાદા : આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત ૭ વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
ટેસ્ટિંગ અને રજીસ્ટ્રેશન : ખેડૂતે ખરીદેલું વાહન ભારત સરકારની માન્ય સંસ્થા દ્વારા પ્રમાણિત (ટેસ્ટ થયેલું) હોવું જોઈએ અને તેનું i-Khedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે (i-Khedut portal online registration).
વેચાણ પર પ્રતિબંધ : સબસિડી પર ખરીદેલા સનેડાનું આગામી ૨ વર્ષ સુધી વેચાણ કરી શકાશે નહીં.
ઉપયોગની મર્યાદા : આ વાહનનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશોની હેરફેર માટે જ કરવાનો રહેશે. તેમાં મુસાફરોની હેરફેર (પેસેન્જર ટ્રાન્સપોર્ટ) કરવા માટે કોઈ પણ પ્રકારના ફેરફાર કે મોડિફિકેશન કરવાની મંજૂરી નથી.