By Chhelli Jagir
May 19, 2026
યાર્ડમાં આજે કપાસનો ઊંચો ભાવ ૧,૯૫૬ સુધી પહોંચ્યો હતો, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. તેલીબિયાંની વાત કરીએ તો, સીંગદાણામાં ભારે તેજી જોવા મળી છે અને તેનો ઊંચો ભાવ ૧,૯૦૧ નોંધાયો છે.
Gondal market yard Bhav : સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ ૧૯ મે ૨૦૨૬ના રોજ વિવિધ પાકોની પુષ્કળ આવક જોવા મળી હતી. આજના બજાર ભાવ પર નજર કરીએ તો મસાલા, તેલીબિયાં અને કઠોળના ભાવમાં સારી એવી મજબૂતી જોવા મળી છે, જ્યારે ડુંગળીના ભાવમાં હજુ પણ નરમ વલણ યથાવત રહ્યું છે.
કપાસ અને તેલીબિયાં
યાર્ડમાં આજે કપાસનો ઊંચો ભાવ ૧,૯૫૬ સુધી પહોંચ્યો હતો, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. તેલીબિયાંની વાત કરીએ તો, સીંગદાણામાં ભારે તેજી જોવા મળી છે અને તેનો ઊંચો ભાવ ૧,૯૦૧ નોંધાયો છે. આ ઉપરાંત મગફળી જાડી ૧,૧૬૧ થી ૧,૭૫૧ અને મગફળી જીણી ૧,૨૦૧ થી ૧,૭૩૧ વચ્ચે ટ્રેડ થઈ રહી છે. તલના ભાવમાં પણ તેજીનો માહોલ છે, જે ઊંચામાં ૨,૪૫૧ સુધી બોલાયા હતા.
ગોંડલ યાર્ડમાં મસાલા પાકોની આવક અને ભાવ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. આજે ધાણીનો ઊંચો ભાવ રેકોર્ડબ્રેક ૨,૭૩૪ અને ધાણા ઊંચામાં ૨,૬૧૧ સુધી વેચાયા હતા. આ સિવાય કલંજીમાં જોરદાર લેવાલી નીકળતા તેનો ઊંચો ભાવ ૩,૪૨૧ ના સ્તરે પહોંચી ગયો હતો. લસણનો ભાવ ૬૯૧ થી શરૂ થઈને ઊંચામાં ૧,૫૭૧ સુધી રહ્યો હતો.
ડુંગળીના ભાવમાં મંદીની કળતર
ખેડૂતો માટે ચિંતાજનક બાબત એ છે કે લાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. લાલ ડુંગળીનો નીચો ભાવ માત્ર ૬૬ અને ઊંચો ભાવ ૩૧૧ સુધી જ પહોંચી શક્યો હતો. જ્યારે સફેદ ડુંગળીના ભાવ પણ ૧૩૧ થી ૨૩૮ વચ્ચે એકદમ શાંત જોવા મળ્યા હતા.
કઠોળ અને અનાજની સ્થિતિ
કઠોળ માર્કેટમાં મગના ભાવ ઊંચામાં ૧,૭૫૧, અડદ ૧,૬૧૧ અને તુવેર ૧,૫૬૧ સુધી બોલાયા હતા. અનાજની વાત કરીએ તો, રોજીંદા વપરાશના ઘઉં ૪૫૬ થી ૫૨૨ અને જુવાર ૩૯૧ થી ૯૮૧ સુધી વેચાયા હતા.
પાકનું નામ | નીચો ભાવ | ઊંચો ભાવ |
અડદ | 851 | 1611 |
ઘઉં | 456 | 522 |
મકાઈ | 411 | 451 |
ડુંગળી | 66 | 311 |
મગફળી જાડી | 1161 | 1751 |
બાજરો | 331 | 461 |
ચણા | 1031 | 1116 |
શીંગ ફાડા | 1201 | 1751 |
ચણા સફેદ | 1051 | 1761 |
મેથી | 700 | 1521 |
લસણ | 691 | 1571 |
કળથી | 200 | 200 |
સીંગદાણા | 1501 | 1901 |
ધાણા | 1701 | 2611 |
ડુંગળી સફેદ | 131 | 238 |
તલ | 1801 | 2451 |
વાલ | 401 | 1051 |
તુવેર | 801 | 1561 |
મગ | 1026 | 1751 |
કપાસ | 1111 | 1956 |
સોયાબીન | 1257 | 1485 |
ગોગળી | 1000 | 1331 |
ધાણી | 1794 | 2734 |
એરંડા | 1056 | 1321 |
રાઈ | 850 | 1341 |
કાંગ | 400 | 591 |
મગફળી જીણી | 1201 | 1731 |
વટાણા | 300 | 811 |
રાયડો | 1100 | 1100 |
કલંજી | 990 | 3421 |
મગફળી નવી | 1181 | 1496 |
મઠ | 676 | 676 |
જુવાર | 391 | 981 |
સુરજમુખી | 901 | 901 |