logo છેલ્લી જાગીર
Adu Haldar Vavetar Subsidy : આદુ-હળદરના વાવેતર માટે ૭૫ હજાર સુધીની સબસિડી, શરૂ થઈ ગઈ છે અરજી

By Chhelli Jagir

May 20, 2026

રાઈઝોમેટીક પાકો જેવા કે આદુ (Ginger) અને હળદર (Turmeric) ની ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 'આઈ ખેડૂત' (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

રાઈઝોમેટીક પાકો જેવા કે આદુ (Ginger) અને હળદર (Turmeric) ની ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 'આઈ ખેડૂત' (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

Ginger and Turmeric Farming in Gujarat : ગુજરાત સરકારના બાગાયત નિયામકની કચેરી (Bagayat Vibhag Gujarat Yojana) દ્વારા રાજ્યમાં મસાલા પાકોના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વની યોજના જાહેર કરવામાં આવી છે.

રાઈઝોમેટીક પાકો જેવા કે આદુ (Ginger) અને હળદર (Turmeric) ની ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 'આઈ ખેડૂત' (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ખેડૂતોને પ્રતિ હેક્ટર મહત્તમ ૧,૦૦,૦૦૦ ના કુલ એકમ ખર્ચ સામે કેટેગરી પ્રમાણે મોટી સબસિડી (Adu Haldar Vavetar Subsidy) આપવામાં આવશે.

Adu Haldar Kheti Subsidy Yojana 2026 : આદુ-હળદરની ખેતીમાં ખર્ચનું માળખું (પ્રતિ હેક્ટર)

સરકાર દ્વારા આદુ-હળદરની ખેતી માટે પ્રતિ હેક્ટર ૧,૦૦,૦૦૦ નો મહત્તમ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.

  • પ્લાન્ટીંગ મટીરીયલ્સ (બિયારણ) : ૬૦,૦૦૦

  • ઈનપુટ ખર્ચ: ૨૦,૦૦૦

  • મજુરી અને અન્ય ખર્ચ : ૨૦,૦૦૦

i Khedut Subsidy : કોને કેટલી મળશે સહાય?

ખેડૂતની કેટેગરી

મળવાપાત્ર સહાય (ટકાવારી)

મહત્તમ સહાય (પ્રતિ હેક્ટર)

સામાન્ય જાતિના મોટા ખેડૂતો

ખર્ચના 50%

૫૦,૦૦૦

સામાન્ય જાતિના નાના/સીમાંત ખેડૂતો

ખર્ચના 65%

૬૫,૦૦૦

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)

ખર્ચના 75%

૭૫,૦૦૦

અરજી ક્યાં અને ક્યારે કરવી? (How to Apply Online)

ginger farming subsidy gujarat

  • અરજીનો સમયગાળો : આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તા. ૨૦/૦૫/૨૦૨૬ થી તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

  • અરજી કરવાનું માધ્યમ : ખેડૂતોએ 'આઈ ખેડૂત' પોર્ટલ (i-Khedut Portal) (ikhedut.gujarat.gov.in online application) પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

યોજના અંગેની કોઈ પણ મૂંઝવણ કે વધુ વિગતો માટે ખેડૂતોએ જે-તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.