logo છેલ્લી જાગીર
Sumul dairy news : હવે સુમુલ ડેરીએ દૂધ અને છાશના ભાવમાં વધારો કર્યો, જાણો નવા ભાવ

By Chhelli Jagir

May 19, 2026

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) એ દૂધ અને છાશના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ નવા દરો 19 મેથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) એ દૂધ અને છાશના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ નવા દરો 19 મેથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

Sumul dairy price hike : સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરી (Sumul Dairy) ને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યુ છે.

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) એ દૂધ અને છાશના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ નવા દરો 19 મેથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો

  • ગાયના દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

  • ભેંસના દૂધમાં : પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરાયો છે.

સુમુલ દૂધ અને છાશનું નવું ભાવ પત્રક (500 ml માટે)

ગ્રાહકો સરળતાથી સમજી શકે તે માટે 500 મિલીલીટર (અડધો લીટર) ના નવા અને જૂના ભાવો નીચે મુજબ છે.

પ્રોડક્ટનું નામ (500 ml)

જૂનો ભાવ

નવો ભાવ

ભાવમાં વધારો

સુમુલ ગોલ્ડ (Gold)

35

36

+1

સુમુલ શક્તિ (Shakti)

32

33

+1

સુમુલ તાજા (Taja)

28

29

+1

ગાયનું દૂધ (Cow Milk)

29

30

+1

સુમુલ છાશ (Buttermilk)

16

17

+1

સુમુલ ડેરીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી દૂધના પ્રોસેસિંગ અને ડિસ્ટ્રિબ્યુશન (વિતરણ) ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. ભાવ વધારવા પાછળ નીચેના મુખ્ય કારણો જવાબદાર છે.

  • ડીઝલ અને ઇંધણના ભાવમાં વધારો : ટ્રાન્સપોર્ટેશન (વાહન વ્યવહાર) નો ખર્ચ ખૂબ વધી ગયો છે.

  • પેકિંગ મટીરીયલની કિંમતોમાં વધારો : દૂધની થેલીઓ અને અન્ય પેકિંગ સામગ્રી મોંઘી થઈ છે.

  • પશુપાલકોનો ખર્ચ : પશુ આહાર અને દૂધ એકત્રિત કરવાનો ઓપરેશનલ ખર્ચ પણ વધ્યો છે.

ડેરીના જણાવ્યા અનુસાર, સહકારી નેટવર્ક સાથે જોડાયેલા લાખો પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા અને ડેરી પરના નાણાકીય બોજને સરભર કરવા માટે આ ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો હતો.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.