By Chhelli Jagir
June 1, 2026
સરકારના આ નિર્ણયથી ગુજરાત અને દેશભરના કપાસ પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારે ઉદ્યોગપતિઓ માટે જગતના તાત સાથે દગો કર્યો છે?
Kapas na bhav : કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ અને ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝના દબાણમાં આવીને ખેડૂતો સાથે દગો કર્યો છે. વિદેશથી આયાત થતા કપાસ પરની ૧૧ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી હટાવવાનો મોટો નિર્ણય ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન છે.
સરકારના આ નિર્ણયથી ગુજરાત અને દેશભરના કપાસ પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારે ઉદ્યોગપતિઓ માટે જગતના તાત સાથે દગો કર્યો છે?
Cotton import duty : શું છે કેન્દ્ર સરકારનો નવો નિર્ણય?
ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝની લાંબા સમયની માંગણી સ્વીકારીને કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ડ્યુટી ફ્રી કપાસ : વિદેશથી મંગાવવામાં આવતા કપાસ પર લાગતી ૧૧% કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.
સમયગાળો : આ છૂટ ૧લી જૂન ૨૦૨૬ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી (૫ મહિના માટે) લાગુ રહેશે.
કૃષિ સેસ માફ : કસ્ટમ ડ્યુટી અધિનિયમ ૧૯૭૫ હેઠળ ડ્યુટી ફ્રી કરવા ઉપરાંત ફાયનાન્સ એક્ટ ૨૦૨૧ની કલમ ૧૨૪ અંતર્ગત લાગતા કૃષિ સેસ (AIDC) માંથી પણ સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
સરકારનું માનવું છે કે આ હંગામી છૂટથી ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ પર દબાણ ઘટશે અને ઉચ્ચ ગુણવત્તાવાળો કપાસ સસ્તા દરે ઉપલબ્ધ થશે.
સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ફરીથી એવો મેસેજ જઈ રહ્યો છે કે સરકાર ક્યારેય ખેડૂતોના પક્ષે રહી નથી. સરકાર ઉદ્યોગપતિઓને ખુશ કરવા હંમેશા ખેડૂતો સાથે દગો કરતી આવી છે.
સરકાર ભલે આ પગલાને ઉદ્યોગો 0માટે ફાયદાકારક ગણાવતી હોય પરંતુ ખેડૂતો માટે આ નિર્ણય પડતા પર પાટુ સમાન છે.
સરકારના આ નિર્ણયની ખેડૂતો પર શું અસર પડશે?
ભાવ ગગડવાની સંભાવના : જ્યારે વિદેશથી સસ્તો અને ડ્યુટી ફ્રી કપાસ ભારતીય બજારમાં ઠલવાશે ત્યારે સ્થાનિક કપાસની માંગમાં ઘટાડો થશે. પરિણામે યાર્ડમાં ખેડૂતોને તેમના કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળે.
મોંઘી ખેતી, સસ્તી ઉપજ : હાલમાં બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરીનો ખર્ચ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં જો કપાસના ભાવ તળિયે જશે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે.
ઉદ્યોગપતિઓને ફાયદો: ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે સરકાર કાપડ ઉદ્યોગના દબાણમાં આવીને તેમના હિતોનો ભોગ આપી રહી છે. ઈનપુટ ખર્ચ ઘટવાથી ટેક્સટાઈલ માલિકોનો નફો વધશે, પરંતુ ખેડૂત પાયમાલ થશે.
જણાવી દઈએ કે, ગુજરાત સહિત ભારતના વિવિધ ભાગોમાં કપાસ પકવતા ખેડૂતો પહેલાથી જ મુશ્કેલીમાં છે. એક તરફ વાતાવરણમાં ફેરફાર, નકલી બિયારણ અને બીજી તરફ ગુલાબી ઇયળોએ પહેલા જ કપાસની ખેતી મુશ્કેલ કરી દીધી છે.
આ સ્થિતીમાં હવે સરકારનું આ પગલુ કપાસની ખેતી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સતત વધી રહેલા ખાતર, બિયારણ અને ડીઝલના ભાવ સામે ખેડૂતો કેવી રીતે ટકશે તે પણ એક મોટો સવાલ છે.