સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.
જો કોઈ ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે, અકસ્માતમાં બે અંગો (જેમ કે બે આંખ, બે હાથ અથવા બે પગ) ગુમાવવાના કારણે 100% અપંગતા આવે તો પણ 4 લાખ રૂપિયા મળવાપાત્ર છે.
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન માત્ર 92 ટકા વરસાદ વરસી શકે છે. આ નબળા ચોમાસા પાછળ પ્રશાંત મહાસાગરમાં સક્રિય થતું 'અલ નીનો' મુખ્ય કારણ છે.
Natural farming : રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે 500 પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને 12 એપ્રિલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગે ગુજરાતના 18 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની ભીતિને જોતા માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અમૂલ બ્રાન્ડનું ટર્નઓવર ₹1 લાખ કરોડને પાર પહોંચ્યું, GCMMF એ 11% વૃદ્ધિ સાથે ભારતની સૌથી મોટી FMCG કંપની તરીકે વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે સિન્થેટિક ફાઈબર (પોલિએસ્ટર) મોંઘું બન્યું છે. પોલિએસ્ટર એ કપાસનો વિકલ્પ છે, તેથી જ્યારે તે મોંઘું થાય ત્યારે કાપડ ઉદ્યોગમાં કુદરતી કપાસની માંગમાં આપોઆપ વધારો થાય છે.
ગુજરાત સરકારે જમીન વ્યવહારના નિયમોમાં ફેરફાર કરતા ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે. નવા નિયમો અનુસાર, હવે લઘુત્તમ 20 ગુંઠાના બદલે 10 ગુંઠા જમીનનું પણ ખરીદ-વેચાણ કાયદેસર રીતે કરી શકાશે.