By Chhelli Jagir
June 28, 2026
જ્યાં સુધી વહીવટી તંત્ર કે સરકાર તરફથી તેમની માંગણીઓ અંગે કોઈ ઠોસ લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ઉગ્ર ગતિએ ચાલુ જ રહેશે. બીજી બાજુ જિલ્લા પ્રશાસન પણ આ ગતિરોધનો વહેલી તકે ઉકેલ લાવવા માટે સતત મધ્યસ્થીના પ્રયાસો કરી રહ્યું છે.
Jetpur Morbi Farmers Protest : જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી વહીવટી તંત્ર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે હવે તંત્ર થોડું નરમ પડ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે.
પ્રશાસન દ્વારા ખેડૂતોને સરકાર સાથે બેસીને વાતચીતનો માર્ગ અપનાવવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે, ખેડૂતો હજુ પણ વગર લેખિત ખાતરીએ મંત્રણા કરવાના મૂડમાં નથી.
પોતાની શરતો પર અડગ જેતપરના ખેડૂતો
જેતપરના આંદોલનકારી ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને સહેજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. ખેડૂત સંગઠનોનું સ્પષ્ટ કહેવું છે કે, ભૂતકાળના અનુભવોને જોતાં હવે તેઓ માત્ર મૌખિક આશ્વાસનોથી માનવાના નથી.
જ્યાં સુધી વહીવટી તંત્ર કે સરકાર તરફથી તેમની માંગણીઓ અંગે કોઈ ઠોસ લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ઉગ્ર ગતિએ ચાલુ જ રહેશે. બીજી બાજુ જિલ્લા પ્રશાસન પણ આ ગતિરોધનો વહેલી તકે ઉકેલ લાવવા માટે સતત મધ્યસ્થીના પ્રયાસો કરી રહ્યું છે.
શા માટે થઈ રહ્યું છે મોરબીમાં જેતપર ખેડૂત આંદોલન?
મોરબી સહિત કચ્છથી લઈને ભરૂચ સુધી નાંખવામાં આવી રહેલી વિવિધ વીજ લાઈનો ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓ કોઈપણ પ્રકારના વળતર વગર દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરો ઉઝાડી રહી છે. ખેડૂતો મુખ્ય ત્રણ માંગણીઓ સાથે ઉપવાસ પર બેઠા છે અને આંદોલન કરી રહ્યા છે.
પોલ દીઠ કરો઼ડ રૂપિયા વળતર આપો : ખેતરોમાં પોલ આવવાને કારણે ખેડૂતોના ખેતરો બરબાદ થઈ રહ્યાં છે ત્યારે ખેડૂતો પોલ નાંખતા પહેલા પોલ દીઠ 2 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી રહ્યાં છે.
કાયમી માસિક ભાડું : જો કંપની એક વખત બે કરોડ રૂપિયા વળતર ન આપે તો દર મહિને 50 હજાર રૂપિયા ભાડું આપે.
4 ગણું વળતર : ખેડૂતો માંગ કરી રહ્યાં છે કે જો ઉપરના બન્ને મંજુર ન હોય તો ખેડૂતોને બજાર ભાવનું ચાર ગણું વળતર આપે.