logo છેલ્લી જાગીર
Teka na bhav news : કેન્દ્ર સરકાર ગુજરાત સહિત 4 રાજ્યોના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગ, અડદ અને મગફળીની ખરીદી કરશે

By Chhelli Jagir

June 24, 2026

જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.

જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.

Teka na bhav news : બજારમાં પાકના નીચા ભાવ અને મંદીનો સામનો કરી રહેલા કઠોળ અને તેલીબિયાં પકવતા ખેડૂતો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તમિલનાડુના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી બજારના નીચા ભાવોના કારણે મજબૂરીમાં ઓછી કિંમતે પાક વેચવો પડતો અટકશે તેવી ખેડૂતોને આશા છે.

કૃષિ મંત્રાલય દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કયા રાજ્યના ખેડૂતોને કેટલો લાભ મળશે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Moong msp 2026 : ગુજરાતના મગ પકવતા ખેડૂતો માટે 160 કરોડનું આયોજન

ગુજરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે. આ ખરીદીનું અંદાજિત એમએસપી મૂલ્ય 160 કરોડ રૂપિયાથી વધુ થાય છે. ઓપન માર્કેટમાં જ્યારે ભાવો દબાણ હેઠળ હોય છે, ત્યારે આ સરકારી ખરીદીથી ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી રહેશે.

New msp rate gujarat : કઠોળ અને તેલીબિયાંના ખેડૂતોને મોટો આશરો

ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે આ ખરીદી પ્રક્રિયા સૌથી મોટી સાબિત થશે. ઉનાળુ ૨૦૨૬ની સીઝન માટે યુપીમાં ₹1,490 કરોડથી વધુના મૂલ્યની ખરીદીને મંજૂરી મળી છેય

  • મગ: 48,298 મેટ્રિક ટન (MT)

  • અડદ: 97,970 મેટ્રિક ટન (MT)

  • મગફળી: 41,718 મેટ્રિક ટન (MT)

આ મંજૂરીથી ઉત્તર પ્રદેશના કઠોળ અને તેલીબિયાં ઉત્પાદક ખેડૂતોને સીધો આર્થિક ટેકો મળશે.

હરિયાણા અને તમિલનાડુના ખેડૂતોના લક્ષ્યાંકમાં ફેરફાર

  • હરિયાણા: ઉનાળુ ૨૦૨૬ની સીઝન માટે રાજ્યના ખેડૂતો પાસેથી 2,115 મેટ્રિક ટન મગની ખરીદી કરાશે, જેનું અંદાજિત મૂલ્ય ₹18 કરોડથી વધુ છે. આ પગલાથી હરિયાણાના ખેડૂતોને ભાવ સહાય મળશે.

  • તમિલનાડુ : રબી માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે મગ ખરીદીનો લક્ષ્યાંક 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન કરવામાં આવ્યો છે. વધારાના 105 મેટ્રિક ટનની આ ખરીદીથી ખેડૂતોને કુલ ₹8.68 કરોડની સીધી આર્થિક સહાય મળશે.

બજારના જોખમોથી રક્ષણ: ઘણીવાર પાક તૈયાર થઈને બજારમાં આવે ત્યારે વેપારીઓ દ્વારા કાર્ટેલ બનાવીને અથવા કૃત્રિમ મંદી લાવીને ભાવો તોડી પાડવામાં આવે છે. આવા સમયે જો ટેકાના ભાવે સરકારી ખરીદીના કેન્દ્રો સમયસર શરૂ થાય, તો ખેડૂતો આર્થિક નુકસાનથી બચી શકે છે.

ચારેય રાજ્યોના કઠોળ અને તેલીબિયાં પકવતા ખેડૂતો હવે આ ખરીદી પ્રક્રિયા વહેલી તકે ગ્રાઉન્ડ લેવલ પર શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ સીધા સરકારી કેન્દ્રો પર જઈને નોંધણી કરાવી પોતાના પાકનો સાચો ભાવ મેળવી શકે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.