logo છેલ્લી જાગીર
Jetpur Farmers Protest : જેતપરમાં ખેડૂત આંદોલનનો 10મો દિવસ, 2 ખેડૂતોની તબિયત લથડી

By Chhelli Jagir

June 27, 2026

જેતપર ખાતે છેલ્લા 10 દિવસથી સ્થાનિક ખેડૂતો અને મહિલાઓ અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે. લાંબા સમયની ભૂખ હડતાળના કારણે આંદોલનકારીઓના શરીર નબળા પડી રહ્યા છે. આજે ઉપવાસ છાવણી પર બેઠેલા વધુ બે આંદોલનકારીઓની તબિયત લથડતા તુરંત મેડિકલ ટીમ બોલાવવી પડી હતી.

Morbi Jetpar Khedut Andolan Update : મોરબીના જેતપર ગામમાં યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. આજે આંદોલનના 10મા દિવસે ઉપવાસ પર બેઠેલા વધુ બે ખેડૂત આગેવાનોની તબિયત અચાનક બગડતાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ, તંત્રના ઉદાસીન વલણ સામે રોષ પ્રગટ કરવા ખેડૂતો દ્વારા કાર અને સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Morbi Jetpur Farmers Protest : આંદોલનકારીઓની તબિયત બગડી

જેતપર ખાતે છેલ્લા 10 દિવસથી સ્થાનિક ખેડૂતો અને મહિલાઓ અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે. લાંબા સમયની ભૂખ હડતાળના કારણે આંદોલનકારીઓના શરીર નબળા પડી રહ્યા છે. આજે ઉપવાસ છાવણી પર બેઠેલા વધુ બે આંદોલનકારીઓની તબિયત લથડતા તુરંત મેડિકલ ટીમ બોલાવવી પડી હતી.

Jetpar Khedut Andolan : વિરોધ પ્રદર્શન તેજ

સરકાર કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા ખેડૂત આંદોલન સમિતિએ વિરોધ પ્રદર્શનના નવા કાર્યક્રમો જાહેર કર્યા છે. ખેડૂતોના અવાજને બુલંદ કરવા અને મોરબી પંથકમાં જાગૃતિ લાવવા માટે આજે એક વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે યુવા ખેડૂતો અને સમર્થકો દ્વારા આવતીકાલે રવિવારે સ્કૂટર રેલી યોજીને અનોખો વિરોધ નોંધાવવામાં આવશે.

Farmers Hunger Strike Morbi : શા માટે થઈ રહ્યું છે મોરબીમાં જેતપર ખેડૂત આંદોલન?

મોરબીના જેતપર અને આસપાસના અંદાજે 20થી વધુ ગામોના ખેતરોમાંથી એક ખાનગી કંપનીની હાઈવોલ્ટેજ વીજલાઈન અને મહાકાય થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે.

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ : વીજલાઈનના કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીન અને પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ કંપની કે વહીવટી તંત્ર દ્વારા જમીનનું યોગ્ય અને ન્યાયિક વળતર આપવામાં આવી રહ્યું નથી.

પોતાના હક માટે ખેડૂતો જય જવાન, જય કિસાનના નારા સાથે આરપારની લડાઈ લડી રહ્યા છે. આ આંદોલનને હવે આસપાસના ગામો, સામાજિક સંગઠનો અને ગ્રામ પંચાયતોનું પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર વહેલી તકે મધ્યસ્થી કરી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લે.

જણાવી દઈએ કે, જેતપરના ખેડૂતોના ગુજરાતનાભરમાંથી બહોળુ સમર્થન મળી રહ્યું છે. હાલ સુધીમાં 1 હજારથી વધુ ગામોનો ટેકો આંદોલનને મળ્યો છે. આ સિવાય મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનના સમર્થનમાં પહોંચી રહ્યાં છે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.