By Chhelli Jagir
June 23, 2026
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બુધવાર અથવા ગુરુવાર સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.
Monsoon 2026 : લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. મુંબઈને સંપૂર્ણપણે આવરી લીધા બાદ હવે ચોમાસું દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી અનુસાર, આગામી ગણતરીના કલાકોમાં જ ચોમાસું ગુજરાતના અનેક વિસ્તારોમાં વિધિવત્ત રીતે બેસી જશે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Monsoon 2026 gujarat : આગામી ૨ થી ૩ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ
છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું ૨૨ જૂનથી સાનુકૂળ વાતાવરણ મળતાં જ ઝડપથી આગળ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બુધવાર અથવા ગુરુવાર સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.
Gujarat monsoon arrival date : કયા-કયા જિલ્લાઓમાં ચોમાસું બેસશે?
દક્ષિણ ગુજરાત : વલસાડ, તાપી અને નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે.
સૌરાષ્ટ્ર : ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થશે.
Gujarat rain : દેશભરમાં ચોમાસાની સ્થિતિ
આજે ૨૩ જૂન ૨૦૨૬ના રોજ ચોમાસાએ દેશના અન્ય રાજ્યોમાં પણ પોતાની ગતિ તેજ કરી છે. હાલમાં ચોમાસાની ઉત્તરીય રેખા (Monsoon Line) દમણ, વર્ધમાન, રાયપુર, વોલ્ટનગંજ અને મોતીહારી સુધી પહોંચી ગઈ છે.
ચોમાસું અત્યારે મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મહારાષ્ટ્ર (મુંબઈ સહિત), તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી ૩ થી ૪ દિવસમાં ઝારખંડ, બિહારના બાકીના વિસ્તારો તેમજ ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસું સક્રિય બને તેવી સંભાવના છે.