By Chhelli Jagir
June 20, 2026
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોના ખાતામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો 23મો હપ્તો જમા થઈ ગયો છે. સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી આ હપ્તાની રકમ સત્તાવાર રીતે જાહેર કરીને ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન
PM Kisan 23rd Installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોના ખાતામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો 23મો હપ્તો જમા થઈ ગયો છે. સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી આ હપ્તાની રકમ સત્તાવાર રીતે જાહેર કરીને ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે.
ખેડૂતોના બેંક ખાતામાં સીધી રકમ જમા થઈ
આ 23મા હપ્તા અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી દેશ અને રાજ્યના ખેડૂતોના બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.
દેશભરમાં વિતરણ : દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં કુલ ₹18,880 કરોડથી વધુની રકમ સીધી મોકલવામાં આવી છે.
ગુજરાતને મળેલો લાભ : ગુજરાતના અંદાજે 51.28 લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ₹1,025 કરોડથી વધુની સહાયની રકમ જમા થઈ ચૂકી છે.
Pm kisan 23rd installment gujarat : યોજના અંતર્ગત અત્યાર સુધીની કુલ પ્રગતિ
PM-KISAN યોજના હેઠળ અત્યાર સુધી આપવામાં આવેલી નાણાકીય સહાયના સંચિત (Cumulative) આંકડા નીચે કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે:
વિગત | રાષ્ટ્રીય સ્તર (ભારત) | રાજ્ય સ્તર (ગુજરાત) |
|---|---|---|
કુલ લાભાર્થી ખેડૂતો | 11 કરોડથી વધુ | 69 લાખથી વધુ પરિવાર |
ચૂકવાયેલી અંદાજિત રકમ | ₹4.28 લાખ કરોડથી વધુ (22 હપ્તા સુધી) | ₹23,083 કરોડથી વધુ |
Pm kisan beneficiary status check : પીએમ કિસાન સન્માન નિધિનું સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?
જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, તો તમારો હપ્તો જમા થયો છે કે નહીં તેનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકો છો.
how to check pm kisan status : પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવાની ઓનલાઇન પ્રોસેસ
સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરવાની રહેશે. હોમ પેજ પર નીચેની તરફ સ્ક્રોલ કરવાથી 'Farmers Corner' સેક્શનમાં 'Know Your Status' નો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પ પર ક્લિક કરવાથી સ્ટેટસ ચેક કરવા માટેનું એક નવું પેજ ઓપન થશે.
આ નવા પેજ પર ખેડૂતે પોતાનો રજીસ્ટ્રેશન નંબર (Registration Number) અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ નીચે આપેલા 'Get Data' બટન પર ક્લિક કરતા જ તમામ હપ્તાની વિગતો સ્ક્રીન પર દેખાઈ જશે. અહીં કયો હપ્તો કઈ તારીખે ખાતામાં જમા થયો છે તેની સચોટ માહિતી મળી રહેશે.
pm kisan ekyc online status : રજીસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોવ તો આ રીતે મેળવો
જો તમને તમારો રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય, તો સ્ટેટસ પેજ પર આપેલા 'Know Your Registration Number' પર ક્લિક કરો. ત્યાં તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરીને ઓટીપી (OTP) વેરિફિકેશન કરવાનું રહેશે. મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરતા જ તમારો રજીસ્ટ્રેશન નંબર સ્ક્રીન પર આવી જશે.
નંબર મળ્યા બાદ તમે ફરીથી 'Know Your Status' પેજ પર જઈને ઉપર જણાવેલા સ્ટેપ્સ દ્વારા સ્ટેટસ જોઈ શકો છો. આ પોર્ટલની મદદથી ખેડૂતો બેંક ખાતાની વિગતો અને આધાર સીડિંગનું સ્ટેટસ પણ જાણી શકે છે.