Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદની મેરેથોન ઈનિંગ, સિઝનના 45 ટકા વરસાદ સાથે 5500 લોકોનું રેસ્ક્યૂ કરાયા
By Chhelli Jagir
July 24, 2026
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 73.67% વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Gujarat Rain Update : ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ તોફાની બન્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક અને મુશળધાર વરસાદ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો કુલ 45.84% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
Gujarat varsad : દક્ષિણ ગુજરાતમાં NDRF અને આર્મી એલર્ટ પર
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 73.67% વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ભારે પૂર અને જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.
રેસ્ક્યૂ કામગીરી: અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 5,547 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બચાવ ટુકડીઓ: રાહત કાર્ય માટે NDRFની 17 અને SDRFની 32 ટીમો તૈનાત છે.
આર્મીની એન્ટ્રી: પરિસ્થિતિની ગંભીરતા જોતા અમદાવાદ, નવસારી અને વલસાડમાં આર્મીની 2-2 ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
માછીમારોને ચેતવણી: હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
Monsoon 2026 Gujarat : 1200થી વધુ રસ્તાઓ બંધ
વરસાદી પાણી ભરાવા અને ઓવરટોપિંગ (રસ્તા પર પાણી ફરી વળવું) ના કારણે રાજ્યના વાહનવ્યવહારને ભારે અસર થઈ છે.
રાજ્યભરમાં 3 નેશનલ હાઈવે અને 30 સ્ટેટ હાઈવે સહિત કુલ 1,204 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.
વલસાડમાં ઓવરટોપિંગના કારણે નેશનલ હાઈવે-47 સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ વલસાડ, નવસારી અને સુરત જિલ્લાની છે.
Gujarat rain update live : 24 કલાકમાં તમામ 255 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ 255 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ, ખેડા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
IMD Gujarat rain forecast : છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ
તાલુકો / શહેર | નોંધાયેલો વરસાદ (ઈંચમાં) |
મહેમદાબાદ (ખેડા) | 19.96 ઈંચ |
ધોળકા (અમદાવાદ) | 18.62 ઈંચ |
ચીખલી (નવસારી) | 17.76 ઈંચ |
ખેરગામ / ઉમરગામ (વલસાડ) | 17.09 ઈંચ |
ઉમરપાડા (સુરત) | 17.05 ઈંચ |
માતર (ખેડા) | 16.22 ઈંચ |
વિરમગામ (અમદાવાદ) | 14.61 ઈંચ |
અમદાવાદ શહેર | 11.65 ઈંચ |
આ ઉપરાંત બાવળા, દસક્રોઈ, નડીયાદ, સોજીત્રા, નેત્રંગ અને પેટલાદમાં પણ 10 થી 13 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે.
Gujarat rain data : ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ પણ વરસાદની ઘટ
ગુજરાતમાં એકતરફ પૂરની સ્થિતિ છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી.
મધ્ય-પૂર્વ ગુજરાત: 35.94%
સૌરાષ્ટ્ર: 38.68%
ઉત્તર ગુજરાત: 22.15%
કચ્છ: 6.32%
Gujarat rain news : સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓ
દ્વારકા: 3.12%
કચ્છ: 7.1%
બનાસકાંઠા: 14.15%
પોરબંદર: 15.01%
જામનગર: 18.12%