logo છેલ્લી જાગીર
Gujarat Farmers Protest : વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં, 15 જૂને હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ

By Chhelli Jagir

June 13, 2026

15 જૂનના રોજ રાજ્યભરના હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. અદાણી સહિતની મોટી પાવર કંપનીઓની દાદાગીરી અને સરકાર સાથેની કથિત મિલિભગત સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

15 જૂનના રોજ રાજ્યભરના હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. અદાણી સહિતની મોટી પાવર કંપનીઓની દાદાગીરી અને સરકાર સાથેની કથિત મિલિભગત સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Gujarat Farmers Protest : ગુજરાતમાં ખેડૂતો ફરી એકવાર પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. આગામી 15 જૂનના રોજ રાજ્યભરના હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. અદાણી સહિતની મોટી પાવર કંપનીઓની દાદાગીરી અને સરકાર સાથેની કથિત મિલિભગત સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આંદોલન ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો અને કિસાન કોંગ્રેસની આગેવાનીમાં યોજાવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂતો જોડાશે.

Tractor Rally Gujarat : ભીમકાય વીજપોલ ઊભા કરવા સામે વિરોધ

ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે વિવિધ પાવર કંપનીઓ દ્વારા તેમના ખેતરોમાં મોટા-મોટા વીજળીના થાંભલા (ભીમકાય વીજપોલ) ઊભા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું યોગ્ય કે પૂરતું વળતર આપ્યા વગર જ મનસ્વી રીતે કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વીજપોલના કારણે તેમની કિંમતી ખેતીલાયક જમીન બગડી રહી છે અને પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર અને ખાનગી કંપનીઓની મિલિભગતના કારણે સામાન્ય ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

Gandhinagar Tractor March : વળતર નહીં તો વીજપોલ નહીં

આ કૂચ દરમિયાન ખેડૂતો સરકાર અને પાવર કંપનીઓ સામે પોતાની મજબૂત માંગણીઓ રજૂ કરશે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની માંગ પૂરી નહીં થાય તો તેઓ કંપનીઓને ખેતરમાં પગ પણ મૂકવા નહીં દે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

  • 4 ગણું વળતર : જમીન સંપાદન અથવા વીજપોલ ઊભા કરવા બદલ ખેડૂતોને માર્કેટ ભાવ કરતાં 4 ગણું વળતર આપવામાં આવે.

  • ફિક્સ માસિક ભાડું : જો કંપનીઓ વળતર ન ચૂકવે, તો જે ખેડૂતના ખેતરમાં થાંભલો ઊભો કરાયો છે તેને દર મહિને નક્કી કરેલું ફિક્સ ભાડું ચૂકવવામાં આવે.

Gujarat Farmer Agitation : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી જોડાશે ખેડૂતો

કિસાન કોંગ્રેસના નેતાઓ પૂરજોશમાં આ આંદોલનની તૈયારી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચશે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, જો કંપનીઓ પોતાની દાદાગીરી બંધ નહીં કરે અને ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે, તો આ વખતે ખેડૂતો કોઈપણ ભોગે લડી લેવાના મૂડમાં છે.

15 જૂને યોજાનારી આ વિશાળ ટ્રેક્ટર કૂચને પગલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોના આ આક્રોશને શાંત કરવા માટે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.

Electricity Pole Issue : ખેડૂતનું ગળુ દબાવનારા પોલીસતંત્ર સામે ખેડૂતો લાલઘુમ

જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ઘણા ખેડૂતો સાથે પોલીસ તંત્ર દ્વારા દમન ગુજાર્યા બાદ ખેડૂતોમાં રોષનો માહોલ છે. દેવભૂમિ દ્વારકામાં વીજ લાઈનના વિરોધ દરમિયાન પોલીસે ખેડૂતનું ગળુ દબાવ્યુ હતું. આ ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.