By Chhelli Jagir
June 9, 2026
ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાત સરકારે આગામી ૧૧ જૂન ૨૦૨૬થી નર્મદા કમાન્ડ વિસ્તારની કેનાલોમાં સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની જાહેરાત કરી છે. નર્મદા કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોનેઆગોતરી વાવણી કરવામાં મોટી મદદ મળશે.
Narmada canal news : ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી એક ખુબ જ મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાત સરકારે આગામી ૧૧ જૂન ૨૦૨૬થી નર્મદા કમાન્ડ વિસ્તારની કેનાલોમાં સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની જાહેરાત કરી છે. નર્મદા કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોનેઆગોતરી વાવણી કરવામાં મોટી મદદ મળશે.
ખેડૂતો સતત કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યાં હતા
જણાવી દઈએ કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો દ્વારા સતત પાણીની જરૂરિયાત અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને રાખીને ગાંધીનગર ખાતે નર્મદા પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ-લેવલ મીટિંગ યોજાઈ હતી. જેમાં ડેમમાં ઉપલબ્ધ પાણીના લાઈવ સ્ટોકની વિગતવાર સમીક્ષા કર્યા બાદ પાણી છોડવાની જાહેરાત કરાઈ છે.
નર્મદા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, કેનાલ નેટવર્ક દ્વારા પાણી છોડવાની તમામ વહીવટી અને ટેકનિકલ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી ૧૧ જૂનના રોજ કોઈ પણ અડચણ વગર છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચાડી શકાય.