By Chhelli Jagir
June 10, 2026
કૃષિ વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં 54 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે અને ગંભીર ગેરરીતિ આચરનારા બે શખ્સો સામે સીધી પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરી છે.
Fake fertilizer gujarat : રાજ્યના ખેડૂતોને હલકી ગુણવત્તાવાળું ખાતર કે બિયારણ પધરાવી તેમની સાથે છેતરપિંડી કરતા તત્વો સામે ગુજરાત સરકારનું કૃષિ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. કૃષિ વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં 54 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે અને ગંભીર ગેરરીતિ આચરનારા બે શખ્સો સામે સીધી પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરી છે.
fake fertilizer news : છેલ્લા ૩ મહિનામાં 54 લાયસન્સ રદ
સઘન તપાસ : ૮૫ વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ ૩,૫૨૬ ઉત્પાદકો/વિક્રેતાઓ અને ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા ૭૪ એકમોનું ચેકિંગ કર્યું.
સેમ્પલિંગ કામગીરી: ગુણવત્તાની ચકાસણી માટે કુલ ૧,૦૬૦ નમૂનાઓ લેવામાં આવ્યા.
નોટિસ ફટકારાઈ : તપાસ દરમિયાન નાની-મોટી અનિયમિતતા જણાતા ૭૫૨ વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી.
૫૪ લાયસન્સ સસ્પેન્ડ : નિયમોના ઉલ્લંઘન બદલ ખાતરના ૪૨, બિયારણના ૦૬ અને જંતુનાશક દવાના ૦૬ મળીને કુલ ૫૪ લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત (સસ્પેન્ડ) કરી દેવાયા.
પોલીસ ફરિયાદ (FIR) : ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ ખાતરના ૧ અને જંતુનાશક દવાના ૧ એમ કુલ ૦૨ ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.
ગેરરીતિ કરનાર હવે સીધા જશે જેલ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, આવા તત્વો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં, પરંતુ સીધી પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં ગુનાહિત પ્રવૃત્તિ આચરતા વિક્રેતાઓ કે સંસ્થાઓ સામે PBM એક્ટ (ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી એક્ટ- ૧૯૮૦) હેઠળ આકરી કાર્યવાહી કરવાના અને જેલ ભેગા કરવાના કડક આદેશો આપી દેવાયા છે.
fertilizer subsidy : સબસિડીવાળા ખાતરના વેચાણ પર ચાંપતી નજર
સરકારી સબસીડીવાળા ખાતરની કાળાબજારી અટકાવવા માટે પણ તંત્ર સતર્ક છે.
ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ૪,૬૭૪ ખાતર વિક્રેતાઓ અને ઉત્પાદકોની સ્થળ મુલાકાત લેવામાં આવી છે.
વિક્રેતાઓના POS મશીન, ભૌતિક જથ્થો (સ્ટોક) અને રેકોર્ડ તેમજ બિલોની નિયમિત ક્રોસ-ચકાસણી કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે પણ લેવાયા હતા આકરા પગલાં
કૃષિ વિભાગની સતત કામગીરીના ભાગરૂપે ગત વર્ષે પણ વિજીલન્સ સ્કવોર્ડ દ્વારા ૬,૩૮૦ એકમોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૨૪૬ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરી, કાયદાનો ભંગ કરનારા કુલ ૨૬ તત્વો સામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી હતી.