logo છેલ્લી જાગીર
Diesel Price Hike : ખાતર-ડીઝલ નથી મળતા ત્યાં હવે ખેડૂતો પર મોંઘવારીનો વઘુ એક માર, ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો

By Chhelli Jagir

May 25, 2026

સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં 2.61 અને ખાસ કરીને ખેતીના મુખ્ય આધાર ગણાતા ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 2.71 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં 2.61 અને ખાસ કરીને ખેતીના મુખ્ય આધાર ગણાતા ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 2.71 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

Diesel Price Hike : દેશમાં આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા વચ્ચે સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં 2.61 અને ખાસ કરીને ખેતીના મુખ્ય આધાર ગણાતા ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 2.71 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા બે અઠવાડિયામાં આ ચોથી વખત ભાવ વધ્યા છે, જેના કારણે ખેડૂતોનું બજેટ બગડ્યુ છે. આ વધારાની (Fuel Price Rise) સૌથી સીધી અને ઘાતક અસર દેશના ખેડૂતો પર પડી રહી છે, કારણ કે ખેતીમાં વાવણીથી લઈને લણણી સુધીના તમામ કામો ડીઝલ પર નિર્ભર છે.

બે અઠવાડિયામાં 7.5 રૂપિયાનો વધારો

લાંબા સમય સુધી સ્થિર રહ્યા બાદ 15 મેથી દેશમાં ઈંધણની કિંમતો (Fuel Price Today) વધવાનું શરૂ થયું છે. માત્ર 10-12 દિવસમાં જ ડીઝલના ભાવમાં (Diesel Price in India) કુલ મળીને લગભગ 7.5 પ્રતિ લીટર જેટલો વધારો થઈ ચૂક્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ (IOC, BPCL, HPCL) દ્વારા આ મહિને તબક્કાવાર રીતે ભાવ વધારવામાં આવ્યા છે.

  • 15 મે : ડીઝલ અને પેટ્રોલમાં પ્રતિ લીટર ₹3 નો વધારો.

  • 19 મે : બંને ઈંધણમાં 90 પૈસા પ્રતિ લીટરનો વધારો.

  • 23 મે : ડીઝલમાં 91 પૈસા અને પેટ્રોલમાં 87 પૈસાનો વધારો.

  • સોમવાર : ડીઝલમાં ₹2.71 અને પેટ્રોલમાં ₹2.61 નો વધારો.

આ તોતિંગ વધારા બાદ દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ મે 2022 પછીના સૌથી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ (Crude Oil Price) મોંઘું થવું અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું નબળું પડવું એ મુખ્ય કારણો છે. મધ્ય પૂર્વમાં સપ્લાય ચેઈનને મોટી અસર થઈ છે, પરંતુ તેની કિંમત અત્યારે ખેડૂત ચૂકવી રહ્યો છે.

Impact of Diesel Price Hike on Agriculture : ખેતી પર કેવી રીતે પડી રહ્યો છે બેવડો માર?

1. ખેતી ખર્ચમાં ધરખમ વધારો

આજે ટ્રેક્ટરથી ખેડ કરવી, રોટાવેટર ચલાવવું, થ્રેસરથી પાક છૂટો કરવો કે કમ્બાઈન હાર્વેસ્ટરથી લણણી કરવી બધું જ ડીઝલથી ચાલે છે. જ્યાં વીજળીની કમી છે ત્યાં સિંચાઈ માટેના પંપ સેટ પણ ડીઝલથી જ ચાલે છે. ડીઝલના ભાવમાં વધારો થવાથી, એક એકર દીઠ ખેતીની તૈયારી અને સિંચાઈનો ખર્ચ (Agriculture Cost) નોંધપાત્ર રીતે વધી ગયો છે. ખેડૂતો માટે નફાનું માર્જિન પહેલાથી જ ઓછું હોય છે, તેમાં આ વધારો (Farming Input Cost) પડ્યા પર પાટુ સમાન છે.

2. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં માર્કેટ યાર્ડ સુધી પહોંચવું મુશ્કેલ

ડીઝલ મોંઘું થવાથી માલસામાનની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ (Transportation Cost) મોંઘો બનશે. ખેડૂત જ્યારે પોતાનો પાક, શાકભાજી કે અનાજ નજીકના માર્કેટ યાર્ડ (APMC Yard) સુધી વેચવા લઈ જાય છે, ત્યારે તેણે વધુ ભાડું ચૂકવવું પડે છે. સામે પક્ષે બજારમાં ખેડૂતોને પૂરા ભાવ મળતા નથી, જેના કારણે ટ્રાન્સપોર્ટેશનનો આ વધારાનો બોજ ખેડૂતના ખિસ્સામાંથી જ જાય છે.

ખાતર અને બિયારણ પણ મોંઘા થવાની ભીતિ

ઈંધણ મોંઘું થવાની અસરો માત્ર ખેતર પૂરતી સીમિત નથી. ફેક્ટરીઓમાંથી ખાતર અને બિયારણ (Fertilizer and Seeds) તેમજ જંતુનાશક દવાઓ જ્યારે ટ્રકો દ્વારા ગ્રામ્ય વિસ્તારોની દુકાનો સુધી પહોંચશે, ત્યારે તેની પાછળનો વહન ખર્ચ પણ વધશે. કંપનીઓ આ ખર્ચ આડકતરી રીતે ખેડૂતો પર જ નાખશે, જેથી આગામી દિવસોમાં ખેતીની તમામ સામગ્રી મોંઘી થઈ શકે છે જેનાથી મોંઘવારી (Inflation) વધુ વધશે.

દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ

એક તરફ હવામાનની અનિશ્ચિતતા અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટના નામે વધતા ડીઝલના ભાવે ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે. જો ઈંધણના ભાવ પર કાબૂ નહીં મેળવવામાં આવે અથવા ખેડૂતોને ડીઝલ પર કોઈ વિશેષ સબસિડી (Agriculture Subsidy) નહીં અપાય, તો આગામી પાક સીઝનમાં ખેતી ખોટનો ધંધો બની જશે અને તેની સીધી અસર દેશના ફૂડ સપ્લાય પર પણ જોવા મળશે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.