By Chhelli Jagir
May 25, 2026
ભાવનગરની સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો (Milk Purchase Rate Increase) કરવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે.
Bhavnagar Sarvottam Dairy Milk Price Hike : મોંઘવારીના માર વચ્ચે ભાવનગરના પશુપાલકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભાવનગરની સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો (Milk Purchase Rate Increase) કરવામાં આવ્યો છે.
Sarvottam Dairy News : દૂખના ખરીદ ભાવમાં વધારો
સર્વોત્તમ ડેરીના નિયામક મંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત (Mahendra Panot)ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં દૂધના ખરીદ ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Bhavnagar Milk Fat Rate : 1 જૂનથી અમલી બનશે નવો ભાવ
આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સર્વોત્તમ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે સીધો રૂપિયા 20નો વધારો (Milk Kilo Fat Rate Hike) કરવામાં આવ્યો છે.
વર્તમાન ભાવ : હાલમાં પશુપાલકોને કિલોફેટના રૂપિયા 900 ચૂકવવામાં આવે છે.
નવો ભાવ (New Milk Rate 2026) : આ વધારા બાદ આગામી 1 જૂન 2026 થી પશુપાલકો પાસેથી રૂપિયા 920ના ભાવે દૂધ ખરીદવામાં આવશે.
જણાવી દઈએ કે, હાલ જે રીતે પશુપાલન સાથે જોડાયેલી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે તેને જોતા આ ભાવ વધારો મામુલી છે. હાલમાં જ અમુલે વિવિધ દાણના ભાવમાં 150 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. પશુપાલકોની માંગ છે કે સરકાર હજુ પણ દૂધના ખરીદભાવમાં મોટો વધારો કરે.