logo છેલ્લી જાગીર
Amul Cattle Feed Price Hike : હવે પશુપાલકોને મોંઘવારીનો ઝટકો, અમૂલ પશુદાણના ભાવમાં વધારો, જાણો નવા ભાવ

By Chhelli Jagir

May 24, 2026

નવા ભાવ પત્રક અનુસાર, પશુદાણની 50 કિલોની બોરી (ગુણી) પર સીધો 150 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવો આજથી જ લાગુ થઈ ગયા હોવાના કારણે નાના અને મોટા તમામ માલધારીઓ પર આર્થિક બોજો વધશે.

નવા ભાવ પત્રક અનુસાર, પશુદાણની 50 કિલોની બોરી (ગુણી) પર સીધો 150 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવો આજથી જ લાગુ થઈ ગયા હોવાના કારણે નાના અને મોટા તમામ માલધારીઓ પર આર્થિક બોજો વધશે.

Amul Cattle Feed Price Hike: ગુજરાતના પશુપાલકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરી (Amul Dairy) દ્વારા પશુ આહાર એટલે કે પશુદાણના ભાવમાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. હજુ થોડા સમય પહેલા જ અમૂલે દૂધના ખરીદ ભાવમાં વધારો કરીને પશુપાલકોને આર્થિક રાહત આપી હતી, પરંતુ પશુદાણના ભાવ વધતા જ પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે.

નવા ભાવ પત્રક અનુસાર, પશુદાણની 50 કિલોની બોરી (ગુણી) પર સીધો 150 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવો આજથી જ લાગુ થઈ ગયા હોવાના કારણે નાના અને મોટા તમામ માલધારીઓ પર આર્થિક બોજો વધશે.

Amul Cattle Feed New Price List : કયા પશુદાણમાં કેટલો ભાવ વધ્યો?

અમૂલ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા ઓફિશિયલ ભાવ પત્રક મુજબ અલગ-અલગ પશુ આહારના નવા અને જૂના ભાવો નીચે મુજબ છે.

  • બફેલો સ્પેશિયલ (50 કિલો): પશુપાલકોમાં સૌથી વધુ લોકપ્રિય એવા આ દાણની ગુણીનો ભાવ પહેલા 1815 હતો, જે હવે 150 વધીને 1965 થઈ ગયો છે.

  • સુપ્રીમ માસ્ટર (50 કિલો): આ પશુદાણની ગુણીમાં પણ 150 નો વધારો થતાં નવો ભાવ 1980 પર પહોંચી ગયો છે.

  • સુપ્રીમ ગોલ્ડ (30 કિલો): આ ગુણીમાં 105 નો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે પશુપાલકોએ 939 ચૂકવવા પડશે.

  • પાવર દાણ (70 કિલો): પાવર દાણની મોટી બોરીમાં 140 નો વધારો થયો છે, જેનો નવો ભાવ 2248 નક્કી કરાયો છે.

  • વાછરડા દાણ (25 કિલો): નાના વાછરડાઓ માટેના ખાસ દાણમાં 91 નો વધારો થતાં હવે નવો ભાવ 875 થયો છે.

અમૂલના આ અચાનક આવેલા નિર્ણયથી ગુજરાતભરના માલધારીઓ અને પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં મોટાભાગના ગ્રામીણ પરિવારોની આવકનો મુખ્ય સ્ત્રોત પશુપાલન અને દૂધ ઉત્પાદન છે. પશુદાણના ભાવ વધતા હવે પશુપાલકોની મુશ્કેલી વધી છે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.