Prakrutik Kheti Gujarat : પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ગુજરાતના 4 જિલ્લામાં 'સેન્ટર ઓફ એક્સેલન્સ' સ્થપાશે, જાણો તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે?
By Chhelli Jagir
August 11, 2026
આ કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને રહેવા અને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ તાલીમ આપવાની આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. જેઓ રાસાયણિક ખેતી છોડીને નવી પદ્ધતિ અપનાવવા માંગે છે, તે તમામ ખેડૂતો માટે અહીં માર્ગદર્શન કેન્દ્રો કાર્યરત રહેશે.
Prakrutik Kheti Gujarat Center of Excellence : ગુજરાત સરકારે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી (Organic & Natural Farming) નો વ્યાપ વધારવા માટે વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રાકૃતિક ખેતી અભિયાનને વધુ ગતિ આપવા માટે રાજ્યના 4 જિલ્લાઓમાં આધુનિક ‘સેન્ટર ઑફ ઍક્સેલન્સ’ (Center of Excellence) સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ 2026-27 માટે આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 20 કરોડની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. આ કેન્દ્રો શરૂ થવાથી ખેડૂતોને આધુનિક તાલીમ, બાયો-ઇનપુટ્સ અને ટેકનોલોજીનો લાભ એક જ જગ્યાએથી મળી રહેશે.
Center of Excellence Gujarat Agriculture : કયા 4 જિલ્લાઓમાં સ્થાપવામાં આવશે સેન્ટર ઓફ એક્સેલન્સ?
ગુજરાત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં નીચે મુજબના 4 જિલ્લા અને તાલુકાઓમાં આ મોડેલ કેન્દ્રો ઊભા કરવામાં આવશે.
નવસારી : વાંસદા તાલુકાનું નાની ભમતી ગામ
મોરબી : હળવદ તાલુકો
ભાવનગર : શિહોર તાલુકાનું વળાવડ ગામ
છોટા ઉદેપુર : જેતપુર પાવી તાલુકાનું ચૂડેલ ગામ
આ યોજનાના સંપૂર્ણ અમલીકરણ અને સંચાલનની જવાબદારી ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ’ (Gujarat Prakrutik Krushi Vikas Board) ને સોંપવામાં આવી છે.
Prakrutik Kheti Talim Gujarat : એકસાથે 100 ખેડૂતોને મળશે આધુનિક તાલીમ
આ કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને રહેવા અને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ તાલીમ આપવાની આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. જે ખેડૂતો પહેલાથી જ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અથવા તો જેઓ રાસાયણિક ખેતી છોડીને નવી પદ્ધતિ અપનાવવા માંગે છે, તે તમામ ખેડૂતો માટે અહીં માર્ગદર્શન કેન્દ્રો કાર્યરત રહેશે.
Prakrutik Kheti Yojana Gujarat 2026 : જીવામૃતથી લઈને બિયારણ-રોપા સુધીની તમામ સુવિધા મળશે
આ સેન્ટર ઑફ ઍક્સેલન્સ માત્ર તાલીમ આપવા પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પસ (Model Farm) તરીકે કામ કરશે. અહીં ખેડૂતોને નીચે મુજબની સુવિધાઓ મળશે.
બાયો-ઇનપુટ્સ તાલીમ અને વેચાણ: જીવામૃત (Jivamrut), ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જેવા જૈવિક ખાતરો અને કીટનાશકો બનાવવાની તાલીમ અપાશે તેમજ ખેડૂતોને નજીવા ભાવે આ ખાતરો પૂરા પાડવામાં આવશે.
પ્લાન્ટિંગ મટિરિયલ : ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, બાગાયતી પાકોના રોપા, કટીંગ અને કલમોનું ઉત્પાદન અને વેચાણ થશે.
માટી પરીક્ષણ (Soil Testing) : ખેડૂતો માટે જમીનની માટી ચકાસણી અને કૃષિ ઉત્પાદનોની ક્વોલિટી ચેકિંગ માટેની સુવિધા ઉપલબ્ધ રહેશે.
Gujarat Agriculture News : ખેતરમાં જઈને પ્રત્યક્ષ નિદર્શ
કેન્દ્ર ખાતે ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલ, મિશ્ર પાક (Intercropping) અને સહજીવી પાક પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન બતાવવામાં આવશે. આ ઉપરાંત, તજજ્ઞો દ્વારા ખેડૂતોના ખેતર પર રૂબરૂ જઈને પણ પ્રાકૃતિક ખેતી સંબંધિત જરૂરી સલાહ-સૂચન આપવામાં આવશે.
Gujarat Natural Farming CoE 4 Districts : ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતોની આવક વધશે
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને દવાઓ પાછળ થતો હજારો રૂપિયાનો ખર્ચ બચશે. આ ઉપરાંત, આ કેન્દ્રો પર ખેડૂતોને પાકના મૂલ્યવર્ધન (Value Addition), પ્રોસેસિંગ, પેકેજિંગ અને સ્ટોરેજ (સંગ્રહ) અંગેની ખાસ તાલીમ આપવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના ઉત્પાદનનો સીધો બજારમાં યોગ્ય ભાવ મેળવી શકે અને તેમની આવકમાં વધારો થાય.