By Chhelli Jagir
May 12, 2026
હવેથી PM કિસાન યોજના હેઠળ આર્થિક સહાયનો હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતોએ દર વર્ષે વાર્ષિક e-KYC કરાવવું ફરજીયાત રહેશે. આ પ્રક્રિયા બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પૂર્ણ કરવાની રહેશે.
PM Kisan Samman Nidhi Yojana Update: ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા આ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ગુજરાત સહિત દેશભરના કરોડો ખેડૂતો પર પડશે.
શું છે નવો નિયમ? (PM Kisan e-KYC Mandatory)
હવેથી PM કિસાન યોજના હેઠળ આર્થિક સહાયનો હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતોએ દર વર્ષે વાર્ષિક e-KYC કરાવવું ફરજીયાત રહેશે. આ પ્રક્રિયા બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પૂર્ણ કરવાની રહેશે. જે ખેડૂતો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તેમને આગામી હપ્તાની રકમ મળવામાં મુશ્કેલી પડી શકે છે.
ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સમયમર્યાદા (Deadline for PM Kisan e-KYC)
ગુજરાત ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના તમામ લાભાર્થી ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ 30 જૂન 2026 સુધીમાં પોતાનું e-KYC પૂર્ણ કરી લે. સમયસર e-KYC ન કરાવનાર ખેડૂતોના ખાતામાં સહાય જમા કરવામાં આવશે નહીં.
e-KYC કેવી રીતે કરવું? (How to complete PM Kisan e-KYC)
ખેડૂત મિત્રો નીચે દર્શાવેલ ત્રણમાંથી કોઈપણ એક પદ્ધતિનો ઉપયોગ કરીને સરળતાથી પોતાનું e-KYC પૂર્ણ કરી શકે છે:
ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication): સ્માર્ટફોન દ્વારા ચહેરો સ્કેન કરીને.
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (Biometric Authentication): નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને અંગૂઠાનું નિશાન આપીને.
PM કિસાન મોબાઈલ એપ (PM Kisan Mobile App): આ એપ દ્વારા ખેડૂત પોતે પણ ઘરે બેઠા e-KYC કરી શકે છે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સાચા અને પાત્રતા ધરાવતા ખેડૂતોને જ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
શા માટે e-KYC જરૂરી છે?
યોજનામાં પારદર્શિતા લાવવા માટે.
ખોટા લાભાર્થીઓને અટકાવવા માટે.
ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સુરક્ષિત નાણાં મોકલવા માટે.
જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું, તો છેલ્લી તારીખ 30 જૂન, 2026 ની રાહ જોયા વગર આજે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી લો જેથી તમારા હપ્તા અટકે નહીં. ખેડૂતો સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લઈ શકે છે અથવા ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરી શકે છે.