Gujarat Kharif sowing report 2026 : રાજ્યમાં ૮૫ ટકા વાવેતર પૂર્ણ, આ પાક સૌથી વધુ વવાયો
By Chhelli Jagir
August 10, 2026
ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં ૭૨.૪૭ લાખ હેક્ટરમાં ૮૫% વાવેતર પૂર્ણ થયુ છે. કપાસ અને મગફળી સૌથી વધુ વવાતા પાક બન્યા છે. સોયાબીન અને અડદનું વાવેતર પણ ૧૦૦% ને વટાવી ગયું છે.
Gujarat Kharif sowing report 2026 : ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન ખેતીવાડી પ્રવૃત્તિઓ પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સરેરાશ વાવેતર વિસ્તારની સરખામણીએ અત્યાર સુધીમાં કુલ ૭૨.૪૭ લાખ હેક્ટર એટલે કે આશરે ૮૫ ટકા વિસ્તારમાં સફળ વાવેતર થઈ ચૂક્યું છે. ગુજરાતના કૃષિ અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ ગણાતા કપાસ અને મગફળીનો કુલ વાવેતરમાં ૫૭ ટકાથી વધુ હિસ્સો રહ્યો છે.
Cotton and Groundnut sowing in Gujarat : કપાસ અને મગફળી ખેડૂતોની મુખ્ય પસંદગી
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના ખેડૂતોએ કપાસ અને મગફળી પર સૌથી વધુ પસંદગી ઉતારી છે.
Cotton Crop : રાજ્યમાં સૌથી વધુ ૨૧.૨૨ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના ૮૯ ટકા છે.
Groundnut Crop : બીજા ક્રમે મગફળીનું ૨૦.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જે સામાન્ય સરેરાશની સરખામણીએ ૧૦૭ ટકા પૂર્ણ થયું છે.
Kharif Crop statistics Gujarat : સોયાબીન, મગફળી અને અડદના વાવેતરમાં ૧૦૦% થી વધુ વધારો
ચાલુ સિઝનમાં કેટલાક તેલીબિયાં અને કઠોળ પાકોના વાવેતરમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
Soyabean : સોયાબીનનું વાવેતર સામાન્ય વિસ્તાર સામે ૧૦૭ ટકા વધીને ૩ લાખ હેક્ટરે પહોંચ્યું છે.
Urad : અડદનું વાવેતર ૮૪,૫૧૦ હેક્ટર સાથે ૧૦૩ ટકા નોંધાયું છે.
Other Crops : મકાઈ ૨.૬૮ લાખ હેક્ટર (૯૫%), તુવેર ૨.૩૮ લાખ હેક્ટર (૯૩%), ડાંગર ૭.૬૧ લાખ હેક્ટર (૮૬%), બાજરી ૧.૫૧ લાખ હેક્ટર (૮૪%) અને શાકભાજી ૨.૧૭ લાખ હેક્ટરમાં (૮૧%) વાવેતર સંપન્ન થયું છે.
Gujarat crop sowing data 2026 : ધાન્ય અને કઠોળ પાકો
Cereals (ધાન્ય પાક) : ધાન્ય પાકોનું કુલ વાવેતર ૧૧.૯૯ લાખ હેક્ટર (૮૭%) નોંધાયું છે. જેમાં ડાંગર ૭.૬૧ લાખ હેક્ટર સાથે પ્રથમ અને મકાઈ ૨.૬૮ લાખ હેક્ટર સાથે દ્વિતીય ક્રમે છે. જુવારનું વાવેતર ૧૨,૪૦૨ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષના ૬,૫૮૧ હેક્ટર કરતાં લગભગ બમણું છે.
Pulses (કઠોળ પાક) : કઠોળ પાકોનું કુલ વાવેતર ૩.૫૭ લાખ હેક્ટર (૮૬%) પર પહોંચ્યું છે. જેમાં તુવેર ૨.૩૮ લાખ હેક્ટર અને અડદ ૮૪,૫૧૦ હેક્ટર મુખ્ય છે. જ્યારે મગનું વાવેતર ૨૫,૩૦૧ હેક્ટર (૪૫%) અને મઠનું વાવેતર ૮,૬૭૩ હેક્ટર (૫૯%) રહ્યું છે.
Gujarat ma kapash magfali vavetar : તેલીબિયાં અને અન્ય પાકોની સ્થિતિ
Oilseeds (તેલીબિયાં પાક) : તેલીબિયાં પાકોનું કુલ વાવેતર ૨૫.૯૩ લાખ હેક્ટર (૮૮%) થયું છે. મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું ૨.૩૮ લાખ હેક્ટર અને તલનું ૧૪,૫૮૧ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.
Fodder & Guarseed (અન્ય પાક) : પશુઓ માટેના ઘાસચારાનું ૭.૨૧ લાખ હેક્ટરમાં (૭૧%) અને ગુવાર સીડનું ૩૪,૭૬૨ હેક્ટરમાં (૪૦%) વાવેતર પૂર્ણ થયું છે.