Sakhi Mandal Yojana : ઓનલાઈન વેચાણ માટે સરકાર સખી મંડળોને 5 લાખ સુધી સહાય આપશે, નવી માર્કેટિંગ સપોર્ટ યોજના શરૂ કરાઈ
By Chhelli Jagir
August 1, 2026
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.
Sakhi Mandal Yojana : ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 2026-27 દરમિયાન યોજનાના અમલીકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
યોજનાનો મુખ્ય હેતુ સખી મંડળોના ઉત્પાદનોને વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાનો અને ઓનલાઈન વેચાણને પ્રોત્સાહન આપવાનો છે.
Sakhi Mandal Scheme Gujarat : નોંધણી અને ઓનલાઈન વેચાણ માટે મળશે સહાય
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ શરૂ કરવા માટે જરૂરી વિવિધ પ્રક્રિયાઓમાં સ્વ-સહાય જૂથોને નાણાકીય સહાય આપવામાં આવશે. યોજના હેઠળ નીચે મુજબની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
GST નોંધણી માટે: 15,000 સુધી
FSSAI લાઈસન્સ માટે: 10,000 સુધી
PAN નોંધણી માટે: 2,000 સુધી
ઓનલાઈન વેચાણ પ્રોત્સાહન: દરેક ઓર્ડર દીઠ 20 મુજબ પ્રતિ સખી મંડળ મહત્તમ 5 લાખ સુધીની સહાય.
આ સહાયનો લાભ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નોંધણી કરાવીને ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ શરૂ કરનારા પાત્ર સ્વ-સહાય જૂથોને મળશે.
Sakhi Mandal Online Selling : અત્યાર સુધી સ્થાનિક બજાર સુધી મર્યાદિત હતું વેચાણ
સ્વ-સહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી અનેક ચીજવસ્તુઓનું વેચાણ અત્યાર સુધી મુખ્યત્વે સ્થાનિક મેળા, પ્રદર્શનો અથવા નજીકના બજારો સુધી જ સીમિત રહેતું હતું. નવી યોજના હેઠળ આવા ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે વધુ વ્યાપક બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
Sakhi Mandal Sahay Yojana : ધોરાજીના સખી મંડળનું ઉદાહરણ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં કાર્યરત 'ઓસમ સખી મંડળ' સાથે સંકળાયેલા રેખાબેન ગિરિશભાઈ પેઠાણીએ વર્ષ 2016માં સ્વ-સહાય જૂથ સાથે જોડાયા બાદ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં તાલીમ મેળવી મસાલા ઉત્પાદનનો વ્યવસાય શરૂ કર્યો હતો.
ત્યારબાદ બેંકમાંથી 1.5 લાખની લોન મેળવી તેમણે વ્યવસાયનો વિસ્તાર કર્યો અને અન્ય મહિલાઓને પણ રોજગારી સાથે તાલીમ આપી. ઉપલબ્ધ માહિતી મુજબ, હાલમાં તેમના મસાલા ઉત્પાદન એકમની વાર્ષિક આવક અંદાજે 10.96 લાખ છે.
Marketing Support Scheme Gujarat : યોજના અંગે મહત્વની બાબતો
વર્ષ 2026-27 માટે યોજના અમલમાં રહેશે.
યોજનાના અમલીકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નોંધણી અને ઓનલાઈન વેચાણ માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
એક સખી મંડળને ઓનલાઈન વેચાણ માટે જીવનકાળ દરમિયાન મહત્તમ 5 લાખ સુધીની સહાય મળી શકશે.
યોજના મુખ્યત્વે ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.