By Chhelli Jagir
April 18, 2026
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
Pomegranate Farming : દાડમની ખેતીમાં સરકાર આપી રહી છે લાખોની સબસિડી, જાણો કયા તબક્કે કેટલી મળશે સહાય?
Pomegranate Farming : ગુજરાતમાં હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયતી ખેતી (Horticulture Farming) તરફ ખેડૂતોનો ઝુકાવ વધ્યો છે. ખાસ કરીને દાડમનું વાવેતર (Pomegranate Plantation) અત્યારે નફાકારક સાબિત થઈ રહ્યું છે.
જો તમે પણ દાડમની ખેતી કરવા ઈચ્છો છો, તો બાગાયત વિભાગની વિવિધ સબસિડી યોજનાઓ (Government Subsidy Schemes) તમારા ખર્ચમાં મોટો ઘટાડો કરી શકે છે.
વાવેતરથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોને કયા કયા લાભ મળે છે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
ડ્રીપ ઇરિગેશન માટે સહાય (Drip irrigation) : રાજ્ય સરકાર અને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વસાવવા માટે ખેડૂતોને ખર્ચના 70% સુધીની સબસિડી આપવામાં આવે છે.
વાવેતર અને ખાતર ખર્ચમાં સહાય (Plantation and Fertilizer Subsidy) : જ્યારે ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે.
આ સહાયનો બીજો અને ત્રીજો હપ્તો મેળવવા માટે ખેડૂતે દર વર્ષે નવું ફોર્મ (Application Form) ભરવું ફરજિયાત છે.
મલ્ચિંગ સબસિડી (Mulching Sheet Subsidy) : ખેતરમાં ભેજ જાળવી રાખવા અને નિંદામણથી બચવા જો મલ્ચિંગ કરવામાં આવે તો પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય મળે છે. આ લાભ વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં મળે છે.
ગ્રો કવર સબસિડી (Grow Cover Subsidy) : બીજા કે ત્રીજા વર્ષે જ્યારે માલ તૈયાર હોય અને તેને જીવાત કે તડકાથી બચાવવા ગ્રો કવર ઢાંકવામાં આવે તો પ્રતિ હેક્ટર ૧૭,૫૦૦ રૂપિયા મળે છે. આ સહાય બે હેક્ટરની મર્યાદામાં અપાય છે.
ફ્રુટ કવર (Fruit Cover Subsidy) : ફળોની ગુણવત્તા જાળવવા માટે વપરાતા ફ્રુટ કવર પર પણ પ્રતિ હેક્ટર ૧૭,૫૦૦ રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે. આ સહાય પણ 2 હેક્ટરની મર્યાદામાં મળે છે.
વોટર સોલ્યુબલ ખાતર (Water Soluble Fertilizer) : બીજા વર્ષે વોટર સોલ્યુબલ ખાતર માટે પ્રતિ હેક્ટર ૧૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
નાનું ટ્રેક્ટર (Mini Tractor Subsidy) : બાગાયતી ખેતીમાં આંતરખેડ કરવા માટે નાના ટ્રેક્ટરની ખરીદી પર ખેડૂતને ૪૦,૦૦૦ થી લઈને ૧ લાખ રૂપિયા સુધીની મોટી સબસિડી (ટ્રેક્ટરના હોર્સ પાવર મુજબ) મળે છે.
લાભ કેવી રીતે લેવો? (How to avail benefits?)
આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત સરકારના અધિકૃત પોર્ટલ i-Khedut Portal (આઈ-ખેડૂત) પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. સમયસર અરજી કરવાથી અને જરૂરી દસ્તાવેજો (Documents) રજૂ કરવાથી સીધા ખેડૂતના બેંક ખાતામાં સહાય જમા થાય છે.
બાગાયતી ખેતીમાં આધુનિક ટેકનોલોજી (Modern Agriculture Technology) અપનાવીને ખેડૂતો પોતાની આવકમાં મોટો વધારો કરી શકે છે.