By Chhelli Jagir
June 16, 2026
પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
PM Kisan 23rd Installment : કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા (PM Kisan 23rd Installment Date) ની તારીખ જાહેર કરી દીધી છે.
આ લેખમાં આપણે જાણીશું કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે અને જો તમારો હપ્તો અટકી ગયો હોય તો તેને કેવી રીતે ઓનલાઈન ચેક કરવો?
PM Kisan 23rd installment date : કઈ તારીખે આવશે પીએમ કિસાનનો 23મો હપ્તો?
પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે. આ દિવસે પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી 2,000 સીધા જમા કરી દેવામાં આવશે. ખેતીના ખર્ચ અને ખરીફ પાકની સીઝન શરૂ થવા ટાણે આ આર્થિક મદદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
PM Kisan 23rd installment 2026 : વર્ષે મળે છે 6,000 ની આર્થિક સહાય
કેન્દ્ર સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000 ના ત્રણ સરખા હપ્તામાં દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 22 હપ્તાઓ ટ્રાન્સફર કર્યા છે.
PM Kisan next installment date : આ નાની ભૂલોના કારણે અટકી શકે છે હપ્તો
જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહિતર 20 જૂને આવનારા પૈસા અટકી શકે છે.
e-KYC અધૂરું હોવું : જો તમે હજુ સુધી તમારું ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ નથી કર્યું, તો તમારો હપ્તો રોકી દેવામાં આવશે.
બેંક ખાતાની વિગતોમાં ભૂલ : ફોર્મ ભરતી વખતે બેંક એકાઉન્ટ નંબર અથવા IFSC કોડમાં સહેજ પણ ભૂલ હશે તો ટ્રાન્સફર ફેઈલ થઈ શકે છે.
જમીનની ચકાસણી (Land Seeding) : ખેડૂત આઈડી અથવા જમીનના દસ્તાવેજોની ચકાસણી બાકી હોય તેવા ખેડૂતોને પણ આ લાભ નહીં મળે.
PM Kisan status check online : પીએમ કિસાન સ્ટેટ્સ (PM Kisan Status) ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?
તમારા ખાતામાં 23મો હપ્તો આવશે કે નહીં, તે જાણવા માટે તમે ઘરે બેઠા આ સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન લિસ્ટ ચેક કરી શકો છો.
સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
હોમ પેજ પર આપેલા 'Farmers Corner' (ખેડૂત કોર્નર) સેક્શનમાં જાઓ.
ત્યાં 'Know Your Status' (તમારું સ્ટેટસ જાણો) ના વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમારો રજીસ્ટ્રેશન નંબર (Registration Number) અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો.
સબમિટ બટન પર ક્લિક કરતા જ તમારું બેનિફિશિયરી સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.
મહત્વની નોંધ: જો અગાઉ કોઈ કારણસર તમારો હપ્તો અટકી ગયો હોય અને હવે તમે બેંક ખાતા કે સરકારી દસ્તાવેજો (જેવા કે ઓળખપત્ર લિંકિંગ) ની બધી જ પ્રક્રિયા પૂરી કરી લીધી હશે, તો આગામી સમયમાં તમને યોજનાનો લાભ ફરી મળવા લાગશે. કેટલાક કિસ્સાઓમાં, બધી ચકાસણી યોગ્ય રીતે પૂરી થયા પછી જૂના અટકેલા હપ્તા પણ એકસાથે ખાતામાં જમા થઈ જતા હોય છે.