By Chhelli Jagir
May 18, 2026
આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો (પાક, શાકભાજી કે ફળફળાદી) બજાર સુધી પહોંચાડવા માટે નાના માલવાહક વાહનો ખરીદવા પર 75 હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.
Kisan Parivahan Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વકાંક્ષી યોજના કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana) છે.
આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો (પાક, શાકભાજી કે ફળફળાદી) બજાર સુધી પહોંચાડવા માટે નાના માલવાહક વાહનો ખરીદવા પર આર્થિક સહાય એટલે કે સબસીડી આપવામાં આવે છે. જો તમે પણ ખેડૂત છો અને પોતાના માટે નાનું ટ્રેક્ટર, ટ્રેલર કે છોટા હાથી જેવા વાહનો ખરીદવા માંગો છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
What is Kisan Parivahan Yojana? : કિસાન પરિવહન યોજના શું છે?
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પરિવહનની સુવિધા પૂરી પાડવાનો છે. ઘણીવાર ખેડૂતોને પાક તૈયાર થયા પછી તેને ખેતરથી માર્કેટ યાર્ડ (APMC) સુધી લઈ જવા માટે મોંઘું ભાડું ચૂકવવું પડે છે અથવા સમયસર વાહન મળતું નથી.
આ સમસ્યાના ઉકેલ માટે સરકાર ખેડૂતોને પોતાના માલવાહક વાહન (600 કિલો થી 1500 કિલો ક્ષમતા ધરાવતા) ખરીદવા માટે સબસીડી આપે છે.
Kisan parivahan yojana subsidy : કિસાન પરિવહન યોજના હેઠળ મળવાપાત્ર સબસીડી
સરકારે ખેડૂતોની શ્રેણીના આધારે આ યોજનામાં બે અલગ-અલગ પ્રકારની નાણાકીય સહાય નક્કી કરી છે.
૧. નાના, સીમાંત, મહિલા, SC અને ST ખેડૂતો માટે સહાયની રકમ : વાહનના કુલ ખર્ચના 35% અથવા મહત્તમ 75 હજાર (બેમાંથી જે ઓછું હોય તે).
૨. સામાન્ય અને અન્ય ખેડૂતો માટે સહાયની રકમ : વાહનના કુલ ખર્ચના 25% અથવા મહત્તમ 50 હજાર (બેમાંથી જે ઓછું હોય તે).
આ યોજના અંતર્ગત ખેડૂત ટ્રેક્ટર-ટ્રેલર અથવા ચાર પૈડાવાળા મધ્યમ કદના માલવાહક વાહનો ખરીદી શકે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
જો તમે આ યોજના અંતર્ગત સબસીડી મેળવવા માંગો છો તો નીચે મુજબના માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે.
અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની અને ખેડૂત હોવો જોઈએ.
ખેડૂતના નામે ઓછામાં ઓછી ૧ એકર જમીન હોવી ફરજિયાત છે.
અરજી કરનાર ખેડૂત પાસે વાહન ચલાવવા માટેનું વેલિડ (પાકું) ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.
વાહનની ખરીદી સરકાર માન્ય અધિકૃત એમ્પેનલ્ડ ડીલર (Authorized Dealer) પાસેથી જ કરવાની રહેશે.
એકવાર આ યોજનાનો લાભ લીધા પછી ખેડૂત આગામી ૫ વર્ષ સુધી ફરીથી આ યોજના માટે પાત્ર રહેશે નહીં.
Required Documents for iKhedut : જરૂરી દસ્તાવેજોની યાદી
ઓનલાઈન અરજી કરતા પહેલા ખેડૂત મિત્રોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા.
આધાર કાર્ડની નકલ
જમીનના ઓનલાઈન ઉતારા (૭-૧૨ અને ૮-અ ની નકલ)
બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક (જેમાં IFSC કોડ દેખાતો હોય)
પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License)
રેશનકાર્ડની નકલ
જાતિનું પ્રમાણપત્ર (ફક્ત SC/ST જ્ઞાતિના ખેડૂતો માટે)
વાહન ખરીદીનું પાકું જીએસટી બિલ (સરકાર તરફથી પૂર્વ-મંજૂરી મળ્યા બાદ)
કિસાન પરિવહન યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ i-Khedut Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત નીચે મુજબ છે.
સ્ટેપ ૧: સૌથી પહેલા ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
સ્ટેપ ૨: હોમ પેજ પર દેખાતા 'યોજનાઓ' (Schemes) મેનૂ પર ક્લિક કરો.
સ્ટેપ ૩: હવે તમારી સામે અલગ-અલગ વિભાગો ખુલશે, જેમાંથી 'ખેતીવાડીની યોજનાઓ' (Agricultural Schemes) પર ક્લિક કરો.
સ્ટેપ ૪: આ લિસ્ટમાં 'કિસાન પરિવહન યોજના' (Kisan Parivahan Yojana) શોધો અને તેની સામે આપેલા 'અરજી કરો' (Apply) બટન પર ક્લિક કરો.
સ્ટેપ ૫: જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો 'હા' અથવા નવું રજીસ્ટ્રેશન કરવા માટે 'ના' સિલેક્ટ કરો.
સ્ટેપ ૬: ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી (જેમ કે નામ, સરનામું, જમીનની વિગત, બેંક ખાતાની વિગત) બરાબર ભરો.
સ્ટેપ ૭: બધી માહિતી ચેક કર્યા પછી ફોર્મને 'Confirm' કરો.
સ્ટેપ ૮: અંતમાં અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો. આ પ્રિન્ટ આઉટ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને તમારા વિસ્તારના ગ્રામસેવક અથવા તાલુકા મધ્યસ્થ કચેરીએ નિયત સમયમર્યાદામાં જમા કરાવવાની રહેશે.
કિસાન પરિવહન યોજના હેલ્પલાઇન નંબર (Helpline Number)
જો તમને ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય અથવા વધુ માહિતી મેળવવી હોય, તો તમે ગુજરાત સરકારના કિસાન કોલ સેન્ટર ટોલ-ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરી શકો છો અથવા તમારા ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી શકો છો.