By Chhelli Jagir
May 17, 2026
આ યોજના અંતર્ગત ૨૫ થી ૫૦ દુધાળા પશુઓનું ડેરી ફાર્મ સ્થાપવા માંગતા સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને પશુપાલકોને સરકાર તરફથી મોટી સબસિડી અને બેંક લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે.
Dairy farm subsidy in gujarat : ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે એક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકી છે.
આ યોજના અંતર્ગત ૨૫ થી ૫૦ દુધાળા પશુઓનું ડેરી ફાર્મ (Dairy Farm Business) સ્થાપવા માંગતા સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને પશુપાલકોને સરકાર તરફથી મોટી સબસિડી (Government Subsidy) અને બેંક લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે.
Gujarat Govt Dairy Farm Subsidy 2026 : ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે સ્વરોજગારી
જો તમે પણ પશુપાલન દ્વારા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ યોજના તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે.
Dairy Farm Loan Interest Subvention : ૫ વર્ષ સુધી મળશે ૭.૫% વ્યાજ સહાય
આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન રિઝર્વ બેન્ક (RBI) માન્ય નાણાંકિય સંસ્થા કે બેન્કમાંથી મેળવેલા ધિરાણ (લોન) પર જ ૫ વર્ષ સુધી વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે. યોજનાના મુખ્ય લાભો નીચે મુજબ વિભાગોમાં વહેંચાયેલા છે.
Subsidy on Cattle Purchase : પશુઓની ખરીદી પર વ્યાજ સહાય
પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરાયેલ ધિરાણ અથવા નાબાર્ડ (NABARD) દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે રકમ ઓછી હશે તેના પર ૭.૫% લેખે ૫ વર્ષ સુધી વ્યાજ સહાય મળશે.
Dairy Farm Infrastructure Subsidy : ડેરી ફાર્મ બાંધકામ માટે સહાય
નિયત માપદંડ મુજબ ફાર્મના બાંધકામ ખર્ચના ૫૦% લેખે પ્રતિ પશુ મહત્તમ ૧૦,૦૦૦ રૂપિયાની સહાય મળશે. (વધુમાં વધુ ૫૦ પશુઓ માટે ૫ લાખની મર્યાદામાં સહાય મળશે.)
Cattle Insurance Subsidy : પશુ વીમા પ્રીમિયમમાં સહાય
પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમા પ્રીમિયમના ૭૫% લેખે પ્રતિ પશુ મહત્તમ ૩,૬૦૦ રૂપિયાની સહાય મળશે. વધુમાં વધુ ૫૦ પશુઓ માટે ૧,૮૦,૦૦૦ રૂપિયાની મર્યાદામાં સહાય મળશે.
Modern Dairy Farming Equipment Subsidy : આધુનિક ડેરી ફાર્મિંગ સાધનો પર સહાય
આ સિવાય આધુનિક ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવા સાધનોની ખરીદી પર પણ સરકાર સહાય આપી રહી છે.
સાધનનું નામ | યુનિટ કોસ્ટ (રૂપિયામાં) | મળવાપાત્ર સહાય (ખર્ચના ૭૫%) |
ઇલેક્ટ્રિક ચાફકટર (ઘાસ કાપવાનું મશીન / Chaff Cutter Machine) | ૪૦,૦૦૦ | ૩૦,૦૦૦ |
ફોગર યુનીટ (પશુઓ માટે કુલિંગ સિસ્ટમ / Fogger System for Dairy) | ૩૦,૦૦૦ | ૨૨,૫૦૦ |
મિલ્કીંગ મશીન (દૂધ કાઢવાનું મશીન / Milking Machine Price) | ૭૫,૦૦૦ | ૫૬,૨૫૦ |
Eligibility Criteria for Dairy Scheme : અરજી કરતા પહેલાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
આ યોજનાનો લાભ પશુપાલકો વ્યક્તિગત રીતે અથવા સ્વસહાય જૂથ (Self Help Group - SHG) ના માધ્યમથી લઈ શકે છે.
How to Apply Online on i-Khedut Portal : અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
૧. લાભાર્થીએ સૌથી પહેલા રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા કે બેન્કમાંથી ધિરાણ (લોન) અંગેની મંજુરી મેળવવાની રહેશે.
૨. બેંક તરફથી લોન મંજૂર થયા બાદ જ પશુપાલકે ગુજરાત સરકારના અધિકૃત i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ (i-Khedut Portal Online Application) પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. બેંક મંજુરી વગર સીધી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
i-Khedut Scheme Last Date 2026 : અરજીની છેલ્લી તારીખ
જણાવી દઈએ કે, હાલ આઈ-ખેડૂત પોર્ટલ પર આ યોજના માટે અરજી સ્વીકારવામાં આવી રહી છે. લાભ લેવા ઈચ્છતા પશુપાલકો 31 મેં 2026 (i-Khedut Application Last Date 31 May 2026) પહેલા અરજી કરી શકે છે.