By Chhelli Jagir
May 21, 2026
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
iKhedut Horticulture Subsidy : ગુજરાતના બાગાયતી પાકો (Horticulture Crops in Gujarat) કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની યોજનાની (Govt Scheme for Farmers) જાહેરાત કરવામાં આવી છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' (Crop Protection Net / Field Cover Technology) ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી (Directorate of Horticulture) દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ (Financial Assistance Program) શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સબ્સિડી (Agriculture Subsidy Gujarat) પૂરી પાડવામાં આવશે.
કેટલી મળશે સહાય અને શું છે નિયમો?
બાગાયત વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ફિલ્ડ કવર સ્ટ્રક્ચર (Field Cover Structure) ઊભું કરવા માટે ખેડૂતોને નીચે મુજબ આર્થિક સહાય આપવામાં આવશે.
અંદાજિત એકમ ખર્ચ : ૧.૦૦ હેક્ટર વિસ્તાર માટે ફિલ્ડ કવર સ્ટ્રક્ચરનો અંદાજિત એકમ ખર્ચ ૫,૦૦,૦૦૦ નક્કી કરવામાં આવ્યો છે.
મળવાપાત્ર સબ્સિડી : ખેડૂતોને કુલ એકમ ખર્ચના ૪૦% અથવા મહત્તમ ૨,૦૦,૦૦૦ પ્રતિ હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
મર્યાદા : ખેડૂતો ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટરથી લઈને વધુમાં વધુ ૧.૦૦ હેક્ટર વિસ્તારમાં આ સ્ટ્રક્ચર બનાવી યોજનાનો લાભ લઈ શકશે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાનો સમયગાળો : ખેડૂતો તા. ૨૦/૦૫/૨૦૨૬ થી તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી સબમિટ કરી શકશે.
ક્યાં અરજી કરવી (Where to Apply): યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સરકારના સત્તાવાર 'આઈ ખેડુત' (iKhedut Portal Gujarat) પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
યોજના અંગેની કોઈ પણ મૂંઝવણ કે વિસ્તૃત માહિતી માટે ખેડૂતોએ જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો (Deputy Director of Horticulture) સંપર્ક કરવાનો રહેશે.