By Chhelli Jagir
May 26, 2026
હવામાન વિભાગ (IMD Gujarat Update) દ્વારા રાજ્યમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 30 મેથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો (Weather Change) આવવાની પૂરેપૂરી શક્યતા છે.
Gujarat Weather Forecast : ગુજરાતમાં હાલ અસહ્ય ગરમીનો પ્રકોપ (Heatwave in Gujarat) જોવા મળી રહ્યો છે, ત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે.
હવામાન વિભાગ (IMD Gujarat Update) દ્વારા રાજ્યમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 30 મેથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો (Weather Change) આવવાની પૂરેપૂરી શક્યતા છે.
વાવાઝોડા જેવા તેજ પવન, વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ (Rain Forecast in Gujarat) પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Rain : 30 મેથી 1 જૂન : કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 મેથી 1 જૂન સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળશે.
30 મે : વાતાવરણ બદલાવાની શરૂઆત થશે. આ દિવસે ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વાતાવરણ પલટાશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
31 મે : વરસાદનો વ્યાપ વધશે. અગાઉના ત્રણ જિલ્લાઓ ઉપરાંત દાહોદ અને પંચમહાલમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
1 જૂન (વરસાદનું જોર વધશે) : આ દિવસે વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર સહિત ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વાવાઝોડા જેવ પવન અને ગાજવીજ સાથે વરસાદ (Thunderstorm Rain) જોવા મળશે.
જણાવી દઈએ કે, હાલ ચોમાસુ અંદમાનથી આગળ વધીને અરબ સાગરમાં પહોંચ્યુ છે અને ઝડપથી કેરળ તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસું બહુ જલ્દી કેરળ પહોંચશે અને ત્યારબાદ ઉત્તર ભારત તરફ આગળ વધશે.