By Chhelli Jagir
June 2, 2026
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
Monsoon 2026 : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે રાહતના અને ચિંતાના બંને સમાચાર એકસાથે આવ્યા છે. રાજ્યમાં રવિવારથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon Activity) ખૂબ જ સક્રિય બની છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી 4 જૂન સુધી સમગ્ર રાજ્યમાં વાવાઝોડા, વીજળીના કડાકા અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
એકતરફ આ વરસાદથી ગરમીથી મુક્તિ મળશે, તો બીજી તરફ તેજ પવનને કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
Gujarat weather forecast : આગોતરા વેવાતર પહેલા જ વરસાદ : ઓરેન્જ એલર્ટ જારી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
ભારે પવન સાથે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ
મંગળવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ખેતરોમાં ઉભા પાક અથવા ખુલ્લામાં રાખેલા અનાજને નુકસાન પહોંચાડી શકે છે:
ઉત્તર અને મધ્ય ગુજરાત : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ.
સૌરાષ્ટ્ર અને કચ્છ : સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ.
દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં યલો એલર્ટ
વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.
Gujarat Rain : ખેડૂતો પ્લસ-માઇનસની સ્થિતી
ખરિફ પાકની તૈયારીઓ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરત સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. આ પ્રિ-મોન્સૂન વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, જેનાથી ખેડૂતો આગોતરા કપાસ, મગફળી અને ડાંગરના ધરૂવાડિયા નાખવા માટે ખેતરો ખેડવાનું શરૂ કરી શકશે.
તૈયાર પાક અને માર્કેટ યાર્ડમાં ચિંતા
આ વરસાદ આશીર્વાદ સાથે ચિંતા પણ લાવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો માલ (જેમ કે ઘઉં, જીરું, બાજરી અને ઉનાળુ પાક) પલળી જવાનો ભય રહે છે. આ ઉપરાંત, બાગાયતી પાકો (જેમ કે કેરી, ચીકુ અને પપૈયા) ને 60 કિમીની ઝડપે ફૂંકાતા પવનને કારણે મોટું નુકસાન થઈ શકે છે.
gujarat rain update : ક્યારથી મળશે રાહત? ચોમાસું ક્યારે બેસશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 જૂન પછી વરસાદનું જોર ઘટશે અને માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો મર્યાદિત રહેશે. ત્યારબાદ 8 જૂનથી વાતાવરણ ફરી શુષ્ક બનશે.
આ અચાનક બદલાયેલા હવામાન પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો જવાબદાર છે. આ પરિસ્થિતિને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) ઝડપથી આગળ વધી રહ્યું છે, જે આગામી દિવસોમાં ગુજરાતમાં નિયમિત ચોમાસાની સત્તાવાર એન્ટ્રી કરાવી શકે છે.