logo છેલ્લી જાગીર
Monsoon 2026 : 31 મેંથી ગુજરાતમાં માવઠું જામશે, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી

By Chhelli Jagir

May 30, 2026

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.

Monsoon 2026 : ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. એકતરફ જગતનો તાત આગામી ચોમાસાની તૈયારીઓમાં વ્યસ્ત છે અને ઉનાળુ પાકની લણણી આખરી તબક્કામાં છે ત્યારે જ કુદરતે રૂઠવાનું શરૂ કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર,, આગામી ૭ દિવસ દરમિયાન તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે પરંતુ ૪૦ થી ૫૦ કિમી ઝડપે પવન અને વીજળીના કડાકા ખેતી પાકોને ભારે નુકસાન કરી શકે છે.

gujarat weather update : કયા જિલ્લામાં ક્યારે છે આફત?

gujarat rain forecast  : 31 મેેંના રોજ ઓરેન્જ એલર્ટ

આવતીકાલે આ આફત વધુ મોટી બનશે. અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં પણ કમોસમી માહોલ ખેતી બગાડી શકે છે.

unseasonal rain gujarat : ૧ થી ૨ જૂન : આખા ગુજરાતમાં સંકટ

મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને આણંદ જિલ્લાના ખેડૂતો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં પાકને મોટું નુકસાન થઈ શકે છે.

imd alert gujarat : ૩ થી ૭ જૂન : માવઠાની લાંબી ઇનિંગ

૩ અને ૪ જૂને પણ મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સિવાયના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. હવામાન વિભાગના મતે ૫ થી ૭ જૂન દરમિયાન પણ સ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય, એટલે કે પ્રી-મોન્સૂનનો આ ત્રાસ લાંબો ચાલશે.

gujarat rain news : ખેતી માટે સંકટ બની સિસ્ટમ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ પાકિસ્તાનથી લઈને રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને નોર્થ-ઈસ્ટ અરબી સમુદ્ર સુધી એક મજબૂત ટ્રફ (પવનનું નીચું દબાણ) સર્જાયું છે. આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં ભેજ ખેંચી રહી છે, જેને કારણે ચોમાસાના આગમન પહેલા જ આ પ્રકારનો માહોલ ઉભો થયો છે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.