Teka Na Bhav (MSP) : 2025-26 માટે ઘઉનાં ટેકાના ભાવે ખરીદીની તમામ માહિતી જાણો છેલ્લી જાગીર પર
Teka Na Bhav(MSP) : ભારત સરકાર દ્રારા ખેતીની મોસમ શરૂ થાય તે પહેલા ટેકાના ભાવ(MSP) જાહેર કરવામાં આવે છે. આ કિમતની ભલામણ કમિશન ફોર અગ્રિકલ્ચર કોસ્ટસ એન્ડ પ્રાઇસેસ (CACP) દ્રારા જાહેર કરવામાં આવે છે.
મુખ્યત્વે MSP ઘઉ, ચોખા, કપાસ, દાળ અને મગફળીના પાકો પર લાગુ કરવામાં આવે છે. MSP ખેડૂતો માટે સલામતી જાળી તરીકે કામ આવે છે અને ખેડૂતો ને ડિપ્રેસ્ડ વેચાણથી બચાવે છે.
MSP અગાઉની સિજન કરતાં વધારે કિમત
રાજ્ય સરકાર ટેકાના ભાવમાં 2024-25 ની સરખામણીએ પ્રતિ ક્વિન્ટલ 150 નો વધારે દર્શાવે છે. આ વર્ષમાં 20 કિલોના બજાર ભાવ 485 એટલે પ્રતિ ક્વિન્ટલ 2425 રૂપિયા રાજ્ય સરકાર દ્રારા નક્કી થયેલ છે, જેમાં ખેડૂતો દ્રારા તારણ કાઢવામાં આવે ત્યારે ઉત્પાદન ખર્ચ કરતાં 105% જેટલો ખેડૂતો ને વધુ વળતર મળી રહેશે.
ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 2425 રૂપિયા છે. બજારમાં માંગ અને પુરવઠાના આધારે બજાર કિમત વધારે હોય શકે છે.
નોંધણી કરવાની સંપૂર્ણ માહિતી
ટેકા ના ભાવ પર વેચાણ કરવા માંગતા ખેડૂતો એ નોંધણી કરવા માટે ગ્રામ્ય કક્ષા એ પંચાયત માં VCE મારફત નીચે મુજબ ના દસ્તાવેજો લઈને અરજી કરવાની રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ
ખેડૂત ના આધાર કાર્ડ ની નકલ
જમીન ના 7/12 અને 8-અ (12 નંબર માં પાક ની એન્ટ્રી જો ના હોય તો તલાટીતરફ થી વાવેતરનો દાખલો મેળવી લેવો.
બેન્ક ખાતા ની પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ
મોબાઈલ નંબર હોવો જરૂરી છે. જેથી SMS દ્રારા ખરીદી અંગેની જાણકારી મેળવી શકાય.
અરજી કર્યા પછી ખેડૂતે પોતાની અરજી યોગ્ય રીતે ચેક કરી લેવી જેથી સરકાર ઘઉ ની ખરીદી વખતે કોઈપણ સમસ્યાનો સામનો કરવો ન પડે.
ખરીદી સમયે ધ્યાન રાખવાની બાબતો
ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર તરીકે રાખવું જરૂરી છે ખાતેદાર ખેડૂત ના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (અંગુઠો મૂકવો અથવા આધારકાર્ડ ની કોઈ અન્ય સુવિધા થી ) દ્રારા જ ખરીદી કરવામાં આવશે.
જો ખેડૂત ને કોઈપણ જાત ની સમસ્યા જણાય તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા દ્રારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવેલ છે જેમાં ખેડૂત પોતાની સમસ્યા અથવા કોઈ પ્રશ્નો હોય તો તમે સંપર્ક કરી શકો છો
હેલ્પલાઈન નંબર-85111 71718 અથવા 85111 71719