Sardar Sarovar Dam : ખેડૂતો માટે ખૂશખબર, સરદાર સરોવર ડેમ 135.29 મીટર ભરાયો
Sardar Sarovar Dam :ગુજરાતના ખેડૂતો માટે સરદાર સરોવર ડેમને લઈને સારા સમાચાર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી ઝડપથી વધી રહી છે.
છેલ્લા આંકડા અનુસાર, 11 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યે ડેમની સપાટી 135.29 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 2.48 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ ડેમ ડેમ 88.80 ટકા ભરાયો છે. પાણીની સતત આવકને જોતા 11 ઓગસ્ટે વહેલી સવારથી જ 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે.
હાલ નર્મદા નદીમાં 1.34 લાખ ક્યુસેક અને કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે. હાલ જે રીતે પાણીની આવક થઈ રહી છે તેને જોતા ડેમ જલ્દી ઓવરફ્લો થઈ શકે છે.
બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ હાલના તબક્કે નર્મદા નદીમાં પાણીનું સ્તર જોખમના નિશાનને પાર કરે તેવી કોઈ શક્યતા નથી. તેમણે લોકોએ નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાંથી હટી જવા ચેતવણી આપી છે.
2 thoughts on “Sardar Sarovar Dam : ખેડૂતો માટે ખૂશખબર, સરદાર સરોવર ડેમ 135.29 મીટર ભરાયો”