Sardar Sarovar dam : ગુજરાતના ખેડૂતો હવે ઉનાળામાં પાણીની ચિંતા પુરી, સરદાર સરોવર ઓવરફ્લો

sardar sarovar dam water level : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમને લઈને ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. સરદાર સરોવરે તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર પાર કરી લીધી છે અને ઓવરફ્લો થઈ રહ્યો છે.

ઉનાળામાં પાણી માટે ટળવળતા ખેડૂતો માટે સારા સમાચાર છે. સરદાર સરોવર ડેમે તેની મહત્તમ સપાટી 138.68 મીટરને પાર કરતા હાલ  9460 મિલીયન ઘનમીટર પાણીનો સંગ્રહ છે.

sardar sarovar dam water level

sardar sarovar dam sapati : સરદાર સરોવરે 138.68 મીટરની સપાટી વટાવી

મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે બપોરે સરદાર સરોવર ડેમ ખાતે જળ પૂજન કરીને જળ સપાટીના વધામણાં કર્યા. તેમણે જણાવ્યું કે, આ ડેમથી રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકાઓમાં 4 કરોડ લોકો માટે પીવું જળ પુરુ પાડવામાં આવે છે.

narmada dam : 1343 મેગા વોટ વીજળી ઉત્પન્ન થઈ

જણાવી દઈએ કે, 11 ઓગષ્ટથી અત્યાર સુધીમાં 51 દિવસમાં 10,012 મિલીયન ઘનમીટર એટલે કે 8,177 MAF પાણી ઓવરફલો થવાને લીધે પ્રાપ્ત થયું છે. આ સાથે આ સિઝનમાં નર્મદા યોજનાના પાવર હાઉસમાં 1343 મેગાવોટ વીજળી અને કુલ 6283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

જણાવી દઈએ કે, 2017 બાદ સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ 238.68 મીટરની સપાટી વટાવીને ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા પાણીને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા-મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે. 

આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી-જુદી 10 નદીઓમાં નર્મદાના પાણી છોડીને તેને જીવંત કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *