Monsoon : ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી, ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત સુધી લંબાશે
Monsoon : ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદને પગલે તબાહીનો માહોલ છે. સતત વરસાદને કારણે ખેડૂતોનો મોટાભાગનો માલ નુકસાન પામ્યો છે.
એક તરફ ખેડૂતોનો મોટા પ્રમાણમાં માલને નુકસાન થયુ છે તો બીજી તરફ હવામાન વિભાગે આવનારો પુરો સપ્ટેમ્બર મહિનો ચોમાસુ લંબાવાની આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસું લંબાશે
હવામાન વિભાગ અનુસાર, હાલની સ્થિતીએ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયુ છે. આનાથી સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગમાં ભારે વરસાદ જોવા મળશે. તે સિવાય આ વરસાદ પુરો મહિનો જોવા મળશે.
ચોમાસુ લંબાતા ખેડૂતોને મોટુ નુકસાન થઈ શકે છે. જે ખેડૂતોના પાક બચી ગયા છે તેમને તૈયાર પાક ગુમાવવાનો વારો આવી શકે છે. જે ખેડૂતોએ આગોતરી મગફળીના વાવેતર કરે છે તેમને મગફળી ઉપાડવામાં મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. જો સતત વરસાદ રહેશે તો આવા ખેડૂતોને મગફળી જમીનમાં જ રહી જવા જેવી સ્થિતી સર્જાશે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં ચોમાસુ જૂન મહિનાની શરૂઆત સાથે એન્ટર થાય છે અને સપ્ટેમ્બર મહિનો આવતા પાછુ ફરવાનું શરૂ થાય છે. હાલની સ્થિતીમાં આ વખતે ગુજરાતમાં ચોમાસુ અડધો મહિનો વધારે જોવા મળી શકે છે.
હાલના દિવસોની વાત કરીએ તો હજુ પણ ગુજરાતને વરસાદથી રાહત નહીં મળે. 2 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી સારો વરસાદ જોવા મળી શકે છે.