Gujrat Rain : છેલ્લા 24 કલાક પાણી પાણી, જાણો જિલ્લા પ્રમાણે વરસાદના આંકડા
ગુજરાતમાં ચોમાસું જામ્યુ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર, છેલ્લા કલાકમાં રાજ્યના 116 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે.
હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ સિવાય વસો, સંતરામપુર અને દાહોદ તાલુકાઓમાં 3.5 ઈંચ વરસાદ જોવા મળ્યો છે. આ પછી મહુધા તાલુકામાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદના આ રાઉન્ડને લઈને ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી આજે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તે સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.