Gujarat Rain : રાજ્યમાં અત્યારસુધીમાં 72 ટકા વરસાદ નોંધાયો, આ જિલ્લો સૌથી આગળ
Gujarat Rain : આ વર્ષે શરૂઆતથી જ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો છે. ચોમાસું શરૂ થયાને લગભગ 2 મહિના થવા આવ્યા છે. આ 2 મહિનામાં ગુજરાતમાં 72 ટકા વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં 635.29 મીમી વરસાદ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વાર્ષિક વરસાદના 71.95 ટકાછે.
14 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીના આંકડા અનુસાર, રાજ્યના તમામ 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સરેરાશ ચોમાસાના વરસાદની દ્રષ્ટિએ કચ્છ 87.40% (423.80 mm) સાથે સૌથી આગળ છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત 86.22% (1,286.37 mm) અને સૌરાષ્ટ્રમાં 79.44% (586.16 mm) નોંધાયો છે.
પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાત ગુજરાતના આંકડા પર નજર કરીએ તો, અનુક્રમે 56.09% (454.81 mm) અને 53.85% (393.06 mm) વરસાદ નોંધાયો છે.
Gujarat Rain : વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ
સૌથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1,987.83 મીમી વરસાદ નોંધાયો છે. આ પછી નવસારી જિલ્લામાં 1,894.00 મીમી અને ડાંગ જિલ્લામાં 1,499.00 મીમી વરસાદ નોંધાયો છે.
આ સિવાય જે તાલુકાઓમાં 1,000 mm એટલે કે 39 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તેમાં દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા, પોરબંદર, રાણાવાવ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કેશોદ, માળીયા હાટીના, માણાવદર, મેંદરડા, વંથલી, વિસાવદર, તાલાલા, પાટણ-વેરાવળ, નેત્રંગ, સોનગઢ, વાલોડ, વ્યારા, ડોલવણ, બારડોલી, કામરેજ, મહુવા, ઓલપાડ, પલસાણા, સુરત શહેર, ઉમરપાડા, ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વાંસડા, ધરમપુર, કપરાડા, પારડી, ઉંબરગાંવ, વલસાડ, વાપી, ડીસાસ સુબીર અને વઘઈ તાલુકાઓનો સમાવેશ થાય છે.