Gujarat Rain : 12 કલાકમાં ગુજરાતના 182 તાલુકાઓમાં વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 8.9 ઈંચ
gujarat rain : હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે ગુજરાતના 182 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જોવા મળ્યો છે. અહીં 12 કલાકમાં 8.9 ઇંચ વરસાદ નોંધાયો છે.
24 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 182 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 225 મીમી સાથે સૌથી ઉપર છે તો મહેસાણાના વિજાપુરમાં 205 મીમી એટલે કે 8 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 11 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ધરાવતા ટોચના પાંચ તાલુકાઓમાં ઉમરપાડા, વિજાપુર, ધરમપુર, કપડવંજ અને વાપીનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગે 2 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હજુ આવતીકાલથી વરસાદનું જોર વધશે.