Gujarat Rain : 25 ઓગસ્ટથી 4 દિવસ ગુજરાત પાણી પાણી, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain : આવનારા 4 દિવસ ગુજરાત માટે ભારે થવા જઈ રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
બંગાળની ખાડીમાં ઉદભવેલું લોપ્રેશર 25 ઓગસ્ટે ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત પહોંચ્યા બાદ 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં અતિભારે વરસાદ જોવા મળશે.
આ સિવાય આણંદ, નડિયાદ અને મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 25,26 અને 27 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ જોવા મળશે.
25 ઓગસ્ટે વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. સોમવારે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.