Gujarat Rain : ગુજરાતના 45 જળાશયો છલકાયા, સરદાર સરોવર 53.26 ટકા ભરાયો

Gujarat Rain : ચોસામાની શરૂઆતથી જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સારા વરસાદને કારણે રાજ્યોના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. 

હાલ સુધીના આંકડા અનુસાર, રાજ્યના 45 જળાશયો સંપુર્ણ ભરાઈ ગયા છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 53 ટકાથી વધુ ભરાયો છે. 

ગુજરાતના 45 જળાશયો છલકાયા

રાજ્યમાં ભારે વરસાદને કારણે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત 7 જળાશયોમાં 90 ટકાથી 100 પાણીનો ભરાવો થતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

સરદાર સરોવરમાં 53 ટકાથી વધુ પાણી

ગુજરાત સરકારના  જળ સંપત્તિ વિભાગના આંકડા અનુસાર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 1,78,286 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે.

આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64, 362 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

29 જૂલાઈએ સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

Sardar Sarovar Dam : ખેડૂતો માટે ખૂશખબર, સરદાર સરોવર ડેમ 135.29 મીટર ભરાયો

આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પાણીની સારી આવક

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141માં 50.88 ટકા, કચ્છના 20માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17માં  37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.


About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *