Farmers Protest : કેમ જગતના તાતને રસ્તા પર ઉતરવાની ફરજ પડી? જાણો શું છે ખેડૂતોની માંગ?

Kisan Andolan : ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે વિરોધનું વાજું વગાડ્યું છે. પંજાબ-હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ આંદોલનને કિસાન આંદોલન 2.0 પણ કહેવામાં આવી રહ્યું છે. ગઈ વખતની જેમ આ વખતના આંદોલનમાં પણ વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાવા જઈ રહ્યા છે. ખેડૂતોએ ફરી એકવાર દિલ્હીને ઘેરવાની તૈયારી કરી લીધી છે.

Photo by : Yogendra Yadav (Facebook)

પંજાબ-હરિયાણાની સાથે અન્ય ઘણા રાજ્યોના ખેડૂતો દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ખેડૂતોના આંદોલનની પેટર્ન 2020-2021ના ખેડૂતોના આંદોલન જેવી જ છે.

 ખેડૂત વિવિધ સંગઠનો સાથે મળીને તેનું આયોજન કરી રહ્યા છે. આ ખેડૂતોનું આંદોલન સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ થઈ રહ્યું નથી.  વિવિધ ખેડૂત સંગઠનો સાથે મળીને તેનું આયોજન કરી રહ્યા છે.

Farmers Protest : ખેડૂતો પોતાની માંગણી કોઈપણ શરતે પૂરી કરવા મક્કમ

  • લઘુત્તમ ટેકાના ભાવ (Minimum support price) માટે કાયદો
  • જમીન સંપાદન અધિનિયમ 2013 એ જ રીતે અમલમાં મૂકાય અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરાય.
  • જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારા કરીને તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે.
  • 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને 10,000નું પેન્શન મળી રહે.
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરાય, સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરીને તમામ પાકોને યોજનાનો ભાગ બનાવવામાં આવે.
  • પાક નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એક એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકશાન નું મૂલ્યાંકન કરાય.
  • સ્વામિનાથન કમિશનની ભલામણોને લાગુ કરાય.
  • ખેડૂતો કૃષિ લોન માફ કરાય.
  • લખીમપુર ખેરી હિંસાના પીડિતોને ન્યાય.
  • ભારતને વિશ્વ વ્યાપાર સંસ્થામાંથી બહાર કરાય.
  • કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત-જકાત ઘટાડવા ભથ્થા વધારાય.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *