Farmer Accidental Insurance Scheme : ખેડૂતોને આકસ્મિત/કાયમી અપંગતાના કેસમાં કેટલી સહાય મળે? જાણો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના

Farmer Accidental Insurance Scheme : ખેડૂતોને આકસ્મિત/કાયમી અપંગતામાં આપવામાંમાં આવતી વીમા યોજના 26 જાન્યુઆરી 1996 ના રોજ શરૂ થઈ હતી. આ યોજનામાં રાજ્ય સરકાર દ્રારા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે.

વ્યક્તિગત કે સયુક્ત નામે જમીન ધારણ કરનાર તમામ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીના અકસ્માતે મૃત્ય કે કાયમી અપંગતા ના કિસ્સામાં ઉમર 5 થી 70 વર્ષ ની હોય તેમને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લઈ શકે છે. 

Farmer Accidental Insurance Scheme

ખેડૂત આકસ્મિત યોજનામાં આત્મહત્યા અથવા કુદરતી આવતી આફતોથી થતું મૃત્યુ આવરી લેવામાં નથી આવતું. આ યોજનાનો લાભ લેવા ઘટનાના દિવસથી લઈને 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં અરજી કરવાની રહે છે.

અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ – https://agri.gujarat.gov.in/

ખેડૂત અકસ્માત સહાય યોજનામાં ખેડૂતોને કેટલી સહાય મળે?

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 13 નવેમ્બર 2018 ના સુધારેલા ઠરાવ મુજબ આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં 100% લેખે 2 લાખની સહાય મળે છે.

અકસ્માતમાં બે આંખ અથવા હાથ અને પગ અથવા એક આંખ અને  હાથ અને એક પગ ગુમાવવાની સ્થિતિમાં 100 લેખે 2 લાખની સહાય મળે છે. 

આકસ્મિક રીતે એક અંગ  અથવા એક આંખ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે 1 લાખની સહાય મળે છે. 

ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા તા-25/06/2007 ના ઠરાવથી જુદા-જુદા વિભાગોનાં ચાલતી વીમા યોજનાઓનું એકત્રીકરણ કરવામાં આવેલ છે. આ એકત્રીકરણ કરેલ યોજનાઓને જૂથ અકસ્માત વીમા યોજનાના નામથી ઓળખવામાં આવે છે.

ગુજરાત સરકારશ્રી દ્વારા ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં 01 એપ્રીલ 2012 થી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનોનો સમાવેશ કરેલ છે. 01 એપ્રીલ 2016 થી ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.

યોજનાના લાભ માટેના આધાર પુરાવા 

  • અકસ્માતે મૃત્યુ/કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી
  • 7/12, 8-અ અને ગામના નમૂના નંબર-6 (હક્કપત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
  • પી.એમ.(પોસ્ટ મોર્ટમ રિપોર્ટ)
  • F.I.R / પંચનામા રિપોર્ટ / પોલીસ ઈન્‍સ્કપેક્ટર અથવા કોર્ટ હુકમ
  • મૃતક ખાતેદારનું પ્રમાણપત્ર
  • ઉંમર અંગેનો પુરાવો
  • સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ
  • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ
  • સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર
  • અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ
  • મૃતક ખેડૂત અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ
  • બાંહેધરી પત્રક
  • પેઢીનામું
  • વારસદારના કેસમાં અસલ પેઢીનામું (પતિ / પત્ની વારસદારના હોય તેવા કિસ્સામાં

ખાતેદાર ખેડૂતને આ યોજનાનો લાભ મળે છે કોઈપણ ઘટના બને તો તમારા ગ્રામ્ય વિસ્તારના ગ્રામ સેવક પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી લો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *