Dragon Fruit Farming : ડ્રેગન ફ્રુટની ખેતી માટે ગુજરાતના ખેડૂતોને કેટલી સબસિડી મળે? જાણો સંપુર્ણ પ્રક્રિયા

Dragon Fruit Farming : ગુજરાતમાં બાગાયતી પાકોના વાવેતર માટે ગુજરાત સરકાર વિવિધ  યોજનાઓ ચલાવી રહી છે. રાજ્યમાં ડ્રેગન ફ્રુટ ઝડપથી વધી રહેલો બાગાયતી પાક છે.

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટને કમલમ ફ્રુટ નામ આપીને વાવેતર વધારવા યોજના અમલમાં મુકી છે. આ યોજનાનો હેતું ડ્રેગન ફ્રુટનું વાવેતર વધારવાનો છે. રાજ્ય સરકાર ડ્રેગન ફ્રુટનું વાવેતર કરવા ઈચ્છતા ખેડૂતોને સીધી સહાય આપે છે.

kamalam fruit farming

Dragon Fruit Farming : ખેડૂતોને કેટલી સહાય મળે?

ગુજરાત સરકારની યોજના અનુસાર, ડ્રેગન ફ્રુટની ખેતીમાં પ્રતિ હેક્ટર કુલ ખર્ચ 6 લાખ પ્રમાણે ગણીને ખેડુતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 3 લાખ બન્નેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ સહાય આજીવન વધુમાં વધુ ૧ હેક્ટરની મર્યાદામાં મળે છે.

આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ 1111 નંગ સિમેન્ટપોલ અથવા પાઇપ મુજબ મહતમ ખર્ચ 3,33,000 ધ્યાને લેવાનો રહે છે. પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર  4444 નંગ રોપા મુજબ મહતમ ખર્ચ 1,55,540 ધ્યાને લેવાય છે.

Dragon Fruit Farming : ગુજરાતમાં ડ્રેગન ફ્રુટના વાવેતરમાં મોટો વધારો

જણાવી દઈએ કે, ગુજરાતમાં બાગાયત ખાતાના 2023-24 નાં આંકડા અનુસાર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર થઈ રહ્યું છે. આ વાવેતર વિસ્તારથી અંદાજે 7600 ટનથી વધારે ઉત્પાદન મળે છે. 

ખેડૂતોને એક વખતના ખર્ચે લાંબો સમય ઓછા ખર્ચે નભતી ડ્રેગન ફ્રુટની ખેતી પસંદ આવી રહી છે. આ સિવાય બજારમાં સારા ભાવ પણ ખેડૂતોને ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે પ્રેરી રહ્યાં છે.

ડ્રેગન ફ્રૂટને ગુજરાતમાં કમલમ્ ફળ તરીકે પણ ઓળખવામાં આવા છે. ડ્રેગન ફ્રુટનું વાવેતર કરનારા ખેડૂતોને ખેડૂત પોર્ટલ અરજી કરવાની રહે છે. ત્યાંથી અરજી મંજુર થયા બાદ વાવેતરની જમીનના 7/12 8અ અને ડ્રીપના વર્ક ઓર્ડર સાથે જરૂરી ડોક્યુમેન્ટ તમારા જિલ્લાના બાગાયત ખાતાની ઓફિસે જમા કરાવવાના હોય છે. 

ડ્રેગન ફ્રુટની સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ

Dragon Fruit Farming : મંજુરી માટે Ikhedut portal પર અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ

જમીનના 7-12 અને 8(અ)

બેન્કની પાસબુક

Dragon Fruit Farming : મંજુરી મળ્યા બાદ આ ડોક્યુમેન્ય બાગાયત ખાતાની ઓફિસે પહોંચાડવાના રહે છે

રોપાના બીલ

દવા-ખાતરના બીલ

વાવેતર કરેલા છોડ સાથે જમીનના ફોટો

તલાટીનો દાખલો

ડ્રીપનો વર્ક ઓર્ડર

આધાર કાર્ડ

જમીનના 7-12 અને 8(અ)

બેન્કની પાસબુક

આ તમામ ડોક્યુમેન્ટ પહોંચ્યા બાદ બાગાયત ખાતાના અધિકારો તમારા ડોક્યુમેન્ટની ખાતરી કર્યા બાદ સ્થળ તપાસ માટે આવે છે, ખેતરમાં વાવેતરના વેરિફિકેશન થયા બાદ ખેડૂતોને તેમના ખાતામાં સીધી સહાય મળી જાય છે.

Dragon Fruit Farming : પ્રતિ હેક્ટર કેટલુ ઉત્પાદન મળે?

ડ્રેગન ફ્રુટની ખેતી કરતા ખેડૂતો અન્ય પાકો કરતા સારૂ ઉત્પાદન લઈ શકે છે. ગુજરાતમાં અંદાજે પ્રતિ હેક્ટર 5 થી 7 ટન જેટલુ ઉત્પાદન મળે છે. હાલ ખેડૂતોને 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યાં છે. આમ ખેડૂતો પ્રતી હેક્ટર લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકે છે.

ડ્રેગન ફ્રુટને કેવુ હવામાન અને જમીન અનુકુળ આવે?

ડ્રેગન ફ્રુટની ખેતી ઓછામાં ઓછા વાર્ષિક 500 MM વરસાદવાળા સુકા વિસ્તારમાં પણ શક્ય છે. ડ્રેગન ફ્રુટના છોડને 20 થી 20 ડિગ્રી તાપમાન સૌથી વધારે અનુકુળ આવે છે.

ડ્રેગન ફ્રુટ માટે લગભગ દરેક પ્રકારની જમીન અનુકુળ છે. મધ્યમ, ગોરાળું કે રેતાળ જમીન સૌથી વધારે માફક આવે છે.

Dragon Fruit Farming : ગુજરાતમાં વવાતી ડ્રેગન ફ્રુટની મુખ્ય જાતો

ડ્રેગન ફ્રુટની કોઈ મુખ્ય જાતો નથી પરંતુ થાઈલેન્ડ તથા વિયેતનામથી આયાત કરેલી જાતોનું વાવેતર ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં સફેદ અથવા લાલ એમ બે જાતો મુખ્ય છે. ડ્રેગન ફ્રુટના વાવેતર માટે કોઈ પ્રકારની ખાસ કલમ કે ટિસ્યુ કલ્ચર છોડ નહીં પરંતુ મુખ્ય છોડમાંથી જ કટકા કાપીને તેના છોડ બનાવીને વાવેતર કરાય છે.

Dragon Fruit Farming : વાવેતરનું અંતર

ડ્રેગન ફ્રૂટ સામાન્ય રીતે 2*2 મીટરના અંતરે વાવેતર કરવામાં આવે છે. જો કે હવે ખેડૂતો તેમની અનુકુળતાએ અંતરમાં ફેરફાર પણ કરે છે.

ડ્રેગન ફ્રૂટને  અન્ય પાક કરતા પાણીની જરૂરીયાત ખુબ જ ઓછી રહે છે. જો કે વાવેતર સમયે, ફૂલ બેસવા, ફળના વિકાસ અને ગરમ તથા સુકી આબોહવાની પરિસ્થિતિમાં પિયત જરૂરી રહે છે. ટપક સિંચાઈ પદ્ધતિથી ડ્રેગન ફ્રુટની ખેતીને સારી રીતે કરી શકાય છે. ડ્રેગન ફ્રૂટમાં છોડના વિકાસ માટે કોંક્રીટ અથવા લાકડાના પોલનો આધાર જરૂરી રહે છે. પોલના ટેકે ડ્રેગન ફ્રુટના છોડનો સારો અને ઝડપી વિકાસ થાય છે અને લાંબા ગાળા સુધી ટકી રહેવામાં પણ મદદ કરે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *