Dadam Ni Kheti : 100 વીઘાના દાડમમાંથી કરોડથી વધુનું ઉત્પાદન, મળો દાડમની સફળ ખેતી કરનારા ખેડૂતને

Dadam Ni Kheti : મોરબી જિલ્લો અને તેમાં પણ ખાસ કરીને હળવદ તાલુકામાં ખેડૂતો દાડમની ખેતી અપનાવી રહ્યાં છે. પાણી અને જમીન સાથે વાતાવરણ અનુકુળ આવતા અહીં ખેડૂતો કરોડો રૂપિયાનું ઉત્પાદન લઈ રહ્યાં છે. 

આજે આપણે જે ખેડૂતની વાત કરવા જઈ રહ્યાં છીએ તે ખેડૂતે તેની 100 વીઘા જમીનમાં દાડમનું ઉત્પાદન કર્યુ છે. આમાંથી તે મોટી આવક મેળવી રહ્યાં છે.

Dadam Ni Kheti : ચિરાગભાઈ 100 વીઘામાં દાડમનું વાવેતર કરીને મોટી આવક મેળવી રહ્યા છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખેડૂતો પરંપરાગત ખેતીને છોડીને દાડમની ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે. અહીંના ચુલી ગામમાં જમીન ધરાવતા ચિરાગભાઈ પટેલ પણ આમાનાં જ એક ખેડૂત છે.

પ્રગતિશીલ ખેડૂત ચિરાગ પટેલે 8 વર્ષ પહેલા દાડમનું વાવેતર કરીને બાગાયતી ખેતી શરૂ કરી હતી. આજે તેમની પાસે 100 વીઘા જમીનમાં દાડમનો બગીચો છે.

Dadam Ni Kheti : 20 વીઘામાં 80 થી 90 ટનનું ઉત્પાદન

ચિરાગભાઈ તેમના દાડમ વિશે વાત કરતા જણાવે છે કે, હાલની સિઝનમાં તેમને દાડમનું સારૂ ઉત્પાદન મળશે. તેમના 20 વીઘાના દાડમમાં અંદાજે 80 થી 90 ટન દાડમનું ઉત્પાદન થશે.

ચિરાગભાઈએ કહ્યું કે, તેમને કપાસ અને મગફળી જેવા પાકોમાં મોટો ખર્ચ થતો હતો અને ઓછુ ઉત્પાદન મળતુ હતુ. આ તમામ કારણોને લઈને તે બાગાયત તરફ વળ્યા અને દાડમનું વાવેતર કર્યુ.

Dadam Ni Kheti : ઝાડ દીઠ 30 થી 40 કિલો ઉત્પાદન

આજે ચિરાગભાઈને દાડમના દરેક ઝાડ દીઠ 30 થી 40 કિલો ઉત્પાદન મળે છે. સારા બજાર ભાવ મળતા  એક વીઘે 3 લાખથી વધુનું ઉત્પાદન મળશે.

ચિરાગભાઈ જણાવે છે કે, ધીરે ધીરે હળવદમાં દાડમનું સતત ઉત્પાદન વધતા વેપારીઓ ખેતરે આવતા થયા છે. હળવદ તાલુકામાં 6 જેટલા ફ્રુટ માર્કેટ છે. આનાખી ખેડૂતો આસાનીથી તેમનો માલ વેચી શકે છે.

જણાવી દઈએ કે, સિઝનેબલ ખેતીમાં મજુરોની મોટી જરૂરિયાત રહે છે. મજુર સમયસર મળતા  ખેડૂતોનો તૈયાર માલ ખેતરમાં જ બગડે છે. દાડમમાં સંચાલનમાં આસાની રહે છે અને મજુરોની સમસ્યા ઓછી નડે છે. આ જ કારણે ખેડૂતો દાડમ વાવતા થયા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *