Agriculture : મગફળીમાં મુંડા નું નિયંત્રણ કેવી રીતે કરવુ? જાણો સરકારની ગાઈડલાઈન?
Agriculture : ગુજરાતમાં મોટાપાયે મગફળીનું વાવેતર થાય છે. ખેડૂતો તૈયાર મગફળી(groundnut)ને કોરી ખાતા મુંડાથી મોટો ત્રાસ અનુભવે છે. આ મુંડાના નિયંત્રણ માટે સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરાઈ છે.
ચોમાસા દરમિયાન મગફળીમાં મુંડા એટલે કે સફેદ ઘૈણનો પુષ્કળ ઉપદ્વવ રહે છે. જો તેનું સમયસર અને યોગ્ય નિરાકરણ ન કરવામાં આવે તો ખેડૂતોને મોટુ નુકસાન થાય છે.
મુંડાનું સમયસર નિયંત્રણ જરૂરી
ખેતી નિયામકની કચેરી દ્વારા સુચવેલા પગલા અનુસાર, મગફળીમાં ઘૈણના ઢાલિયા પ્રકારના કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા કીટકોને ભેગા કરીને તેનો નાશ કરવો.
મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે છોડ ઉગવાના 30 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા 5 કિલો મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દવા પ્રતિ હેકટર પ્રમાણે જમીનમાં આપવાથી ઉપદ્રવ ઘટે છે.
મુંડા તૈયાર મગફળીના ડોડવાને ખાય છે
મુંડાનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ 20 ઈસી 40 થી 50 મીલી દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી તેનું અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે.
ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ 20 ઈસી અથવા કવીનાલફોસ 25 ઈસી પ્રતિ હેકટર ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી યોગ્ય નિયંત્રણ મેળવી શકાય છે.
Sardar Sarovar Dam : ખેડૂતો માટે ખૂશખબર, સરદાર સરોવર ડેમ 135.29 મીટર ભરાયો
ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યારે આ જીવાતોના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ 4 લીટર દવાને ૫ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને 100 કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સૂકવી આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી જોઈએ. જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ.
આ દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે તે ભલામણને આધારે જ દવાઓનો વપરાશ કરવા ખેતી નિયામકની કચેરીનો ખાસ અનુરોધ છે.