Pomegranate Farming : વીઘે 3 લાખથી વધુનું દાડમનું ઉત્પાદન લેનારા ખેડૂતની સફળતાની કહાની, જુઓ ફોટો
Pomegranate Farming : નર્મદાના પાણી ઝાલાવાડ અને સૌરાષ્ટ્રમાં પહોંચતા ખેડૂતો બાગાયત ખેતી તરફ વળી રહ્યાં છે. સારા પાણી અને હવામાન માફક આવતા ખેડૂતો બાગાયત ખેતી કરીને સારી આવક મેળવતા થયા છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સારા પાણી સાથે સાથે જમીન અને વાતાવરણ અનુકુળ આવતા ખેડૂતો દાડમની બાગાયત ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.
આજે આપણે આવા જ એક સફળ ખેડૂતની વાત કરવાના છીએ. આ ખેડૂતો દાડમની ખેતી(Pomegranate Farming)માં મબલખ ઉત્પાદન લઈને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બનવાનું કામ કર્યુ છે.
Pomegranate Farming : પ્રતિ ઝાડ 35 કિલો દાડમનું ઉત્પાદન
આજે આપણે જે ખેડૂતની વાત કરવા જઈ રહ્યાં છીએ તે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના ખેડૂત છે. અહીં બાગાયતી ખેતી અરવિંદભાઈ હડિયલે નવો દાડમની ખેતીમાં સફળતા મેળવીને નવો ચીલો ચિતર્યો છે.
નાનકડા એવા ચરાડવા ગામના આ ખેડૂત પાસે 7 વર્ષનો દાડમનો બગીચો છે અને તેમાંથી સારી આવક મેળવીને પોતે આર્થિક રીતે સદ્ધર થયા છે. અરવિંદભાઈએ આ વર્ષે તેમના 10 વીધાના બગીચામાંથી 30 લાખથી વધુનું દાડમનું ઉત્પાદન મેળવીને કમાલ કરી છે.
Pomegranate Farming : વીઘે 3 લાખનું ઉત્પાદન
અરવિંદભાઈ પાસે દાડમનો 7 વર્ષ જૂનો બગીચો છે. તેમની પાસે જૈન કંપનીના 1600 ઝાડ છે. 10 વીધાના આ બગીચામાં તેમને ઝાડ દીઠ 35 થી 40 કિલોનું ઉત્પાદન મળ્યુ છે. તેમને આ વર્ષે 10 વીધામાંથી અંદાજે 50 ટન દાડમનું ઉત્પાદન લીધુ છે.આ હિસાબે તેમને આ વર્ષે એક વીઘે 3 લાખથી વધુ ઉત્પાદન મળ્યુ છે.
અરવિંદભાઈ દાડમના સારા ઉત્પાદન માટે ગાયના દેશી ખાતર સાથે સાથે ગૌમૂત્રમાંથી બનતા વિવિધ દ્રાવણોનો ઉપયોગ કરે છે. તેઓ ખેતરમાં જીવામૃત અને ગૌકૃપા અમૃતમ જેવા ઓર્ગેનિક દ્રાવણોનો ઉપયોગ કરીને દાડમનું સારૂ ઉત્પાદન લેવામાં સફળ થયા છે.
Pomegranate Farming : જીવામૃત સહિતની ગાય આધારિત ટ્રિટમેન્ટ કરે છે
અરવિંદભાઈ દાડમના સારા ઉત્પાદન માટે ગાયના દેશી ખાતર સાથે સાથે ગૌમૂત્રમાંથી બનતા વિવિધ દ્રાવણોનો ઉપયોગ કરે છે. તેઓ ખેતરમાં જીવામૃત અને ગૌકૃપા અમૃતમ જેવા ઓર્ગેનિક દ્રાવણોનો ઉપયોગ કરીને દાડમનું સારૂ ઉત્પાદન લેવામાં સફળ થયા છે.