teka na bhav online registration : ગુજરાતમાં 11 નવેમ્બરથી મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જાણો રજીસ્ટ્રેશન પ્રકિયા
teka na bhav online registration gujarat : ગુજરાત સરકારે દિવાળી બાદ 11 નવેમ્બરથી ત્રણ મહિના મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.
આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ છે અને મગફળી સહિતના તમામ પાકોનું સારૂ ઉત્પાદન થવાનો અંદાજ છે. આ ઉત્પાદનને જોતા કેન્દ્ર સરકાર સાથે મળીને રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી કરવા જઈ રહી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરતા કહ્યું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે 160 થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
teka na bhav : ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા
ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતોએ 3 ઓક્ટોબરથી 31 ઑક્ટોબર 2024 દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી બાદ ખેડૂીતોને વેચાણ માટે બોલાવવામાં આવશે.
tekana bhav 2024 : આ વર્ષે જાહેર કરાયેલા ટેકાના ભાવ
- મગફળી : 6,783 પ્રતિ ક્વિન્ટલ (1356.60 પ્રતિ મણ)
- મગ : 8,682 પ્રતિ ક્વિન્ટલ (1736.40 પ્રતિ મણ)
- અડદ : 7,400 પ્રતિ ક્વિન્ટલ (1480 પ્રતિ મણ)
- સોયાબીન : 4,892 પ્રતિ ક્વિન્ટલ ( 978.40 પ્રતિ મણ)
ગયા વર્ષે ગુજરાતમાં 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મે. ટન માલની ખરીદી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર આ વર્ષે વધુ ખેડૂતોને ટેકાના ભાવે વેચાણની સુવિધા મળે તે માટે આયોજન કરી રહી છે.