Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમની સપાટીમાં મોટો વધારો, 15 દરવાજા ખોલાયા

Sardar Sarovar Dam : ગુજરાતમાં વરસાદની મેરેથોન ઈનિંગનો પ્રારંભ થયો છે. થોડા દિવસના આરામ બાદ 24 ઓગસ્ટથી જ ગુજરાતમાં ભારે વરસાદા જોવા મળી રહ્યો છે. 

ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 

સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા 

લેટેસ્ટ સમાચારો અનુસાર, સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક થઈ રહી હોવાના કારણે ડેમના 15 દરવાજા 1.65 મીટલ ખોલવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, 138.68 મીટરે ઓવરફ્લો થતા સરદાર સરોવર ડેમની હાલની સપાટી 135.30 મીટરે પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે,

29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

બીજી તરફ ભારે વરસાદે પગલે રિવરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081 ક્યૂસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે હવામાન  વિભાગે 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી અનુસાર, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *